ટ્રેન્ડિંગમનોરંજન

સાબાના જન્મદિવસે રિતિકનો પ્રેમભર્યો અંદાજ, શેર કરી UNSEEN તસવીરો

Hrithik Roshan Post on Saba Azad Birthday: બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. સાબા આઝાદ (Saba Azad) સાથેનો તેમનો સંબંધ અવારનવાર ચર્ચામાં રહે છે. બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. હવે સાબાના જન્મદિવસના અવસરે રિતિકે ફરી એકવાર ખાસ અંદાજમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. એક્ટરનો આ રોમેન્ટિક અંદાજ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ચાલો જાણીએ કે રિતિકે એવી કઈ પોસ્ટ શેર કરી છે, જેની આટલી ચર્ચા થઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રિતિક રોશને શેર કરી ખાસ પોસ્ટ

રિતિક રોશને સાબા આઝાદને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં તેમના માટે પ્રેમભરી નોંધ લખી છે. આ પોસ્ટમાં તેમણે સાથે વિતાવેલી પળો અને ભવિષ્યમાં પણ એકબીજા સાથે જીવનની સફર ચાલુ રાખવાની વાત કરી છે.

રિતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, “કોઈએ મને તારા વિશે પૂછ્યું. મેં કહ્યું કે હું તારા વિશે વાત કરવા માગતો નથી, કારણ કે આ મારા માટે ખૂબ જ ખાસ છે. તેણે આગ્રહ કર્યો, તો મેં કહ્યું કે એવું વિચારો કે મુંબઈથી કોઈ દૂરના સ્થળે જવા માટે ફ્લાઇટના બે વિકલ્પ છે. એક સીધી ફ્લાઇટ છે, જે સરળ છે અને ઓછા સમયમાં પહોંચાડે છે.”

ત્યારબાદ રિતિકે બીજા વિકલ્પ વિશે જણાવ્યું. તેમણે લખ્યું કે મુંબઈથી જતી એક એવી ફ્લાઇટ પણ છે, જે આઠ અલગ-અલગ શહેરોમાંથી પસાર થાય છે. દરેક સ્થળે કલાકો સુધી ટ્રાન્ઝિટમાં રહેવું પડે છે અને આગળની ફ્લાઇટ ચૂકી જવાનું જોખમ પણ રહે છે.

તેમણે આગળ લખ્યું, “જો તે મારી સાથે હોય, તો મેં કહ્યું કે હું જાણીજોઈને દર વખતે બીજો વિકલ્પ પસંદ કરીશ.”

પોસ્ટના અંતમાં રિતિકે સાબા સાથે આખી જિંદગી આવી લાંબી ટ્રાન્ઝિટવાળી સફર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “હું તારી સાથે આખી જિંદગી આવી લાંબી ટ્રાન્ઝિટવાળી સફર કરવાની રાહ જોઈ રહ્યો છું. હું તને પ્રેમ કરું છું. જન્મદિવસની શુભેચ્છા.”

 

View this post on Instagram

 

લાંબા સમયથી સાથે છે રિતિક અને સાબા

રિતિક રોશન અને સાબા આઝાદના સંબંધની ચર્ચા વર્ષ 2022માં શરૂ થઈ હતી. બંને પહેલીવાર કરણ જોહરની 50મી બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં. ત્યારથી બંને ઘણી વખત સાથે વેકેશન માણતાં અને પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપતાં જોવા મળ્યાં છે. રોશન પરિવારના અનેક ખાસ પ્રસંગોમાં પણ સાબા જોવા મળી છે. રિતિકે અગાઉ ઇન્ટિરિયર ડિઝાઇનર સુઝેન ખાન (Sussanne Khan) સાથે લગ્ન કર્યા હતાં. બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને 2014માં અલગ થઈ ગયા હતા. તેમને બે દીકરા છે, જેમની બંને સાથે મળીને પરવરિશ કરી રહ્યાં છે.

Back to top button