ગોવિંદા-સુનિતા વિવાદમાં દિવ્યા ખોસલાની એન્ટ્રી, પોસ્ટમાં અભિનેતાને કહી કડવી વાત
Govinda: બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા અને અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર વચ્ચેના કથિત અફેરની ચર્ચાઓ હાલ બોલિવૂડમાં જોરશોરથી ચાલી રહી છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજા સતત ગોવિંદા સામે મોરચો માંડી રહી છે અને તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પર જનરેશન-ઝેડ (Gen-Z) પાસે પણ સમર્થન માંગ્યું હતું. હવે આ સમગ્ર વિવાદમાં બોલિવૂડ અભિનેત્રી અને નિર્દેશક દિવ્યા ખોસલા સુનિતા આહુજાના સમર્થનમાં ખુલીને સામે આવી છે. દિવ્યાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરીને ગોવિંદા સામે આકરા પ્રહારો કર્યા છે, જેને સુનિતા આહુજાએ પણ પોતાના એકાઉન્ટ પર ફરીથી શેર કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બહુપત્નીત્વ પ્રથા અને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ
દિવ્યા ખોસલાએ પોતાની પોસ્ટની શરૂઆત કરતાં લખ્યું કે, એક સમયે આપણા સમાજમાં બહુપત્નીત્વ (બહુવિવાહ) સ્વીકાર્ય માનવામાં આવતું હતું અને આપણી દાદીઓ-નાનીઓએ આ અન્યાય વર્ષો સુધી સહન કર્યો હતો, જ્યાં મહિલાઓ પુરુષોની ગુલામ બનીને રહેતી હતી. ત્યારબાદ મહિલાઓ આત્મનિર્ભર બની અને ક્રાંતિ લાવી સમાજ બદલાયો, પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે કંઈ જોવા મળી રહ્યું છે તેણે ફરીથી આ પ્રશ્નો ઊભા કરી દીધા છે.
આ પણ વાંચો: 4 વર્ષ પછી ગુગલનો મોટો એન્ડ્રોઇડ ઇવેન્ટ, આ વખતે શું ખાસ હશે?
‘સુનિતાજીએ પોતાનું આખું જીવન આપ્યું’: ગોવિંદા પર નિશાન
ગોવિંદાને વરિષ્ઠ અને સન્માનિત અભિનેતા ગણાવતાં દિવ્યાએ લખ્યું; એક પત્ની તરીકે સુનિતાજીએ પોતાનું આખું જીવન ગોવિંદાને સમર્પિત કર્યું, હંમેશા વફાદાર રહી, પોતાના કરિયરનો ત્યાગ કરી બાળકોને ઉછેર્યા અને ગોવિંદાની સફળતા પાછળ મજબૂત સ્તંભ બનીને ઊભી રહી. ગોવિંદા બહાર સફળ થયા પરંતુ તેનો પૂરો શ્રેય માત્ર તેમને જતો નથી.
સમાજની મૌનતા પર સવાલ
એક મહિલા આજે આખા સમાજ સમક્ષ ન્યાય અને મદદ માંગી રહી છે અને આપણે બધા મૂંગા બનીને જોઈ રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિ અંગત બાબતોમાં દખલ કરવા નથી માંગતી, પરંતુ શા માટે દર બીજા દિવસે ગોવિંદા પોતાની કથિત ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં દેખાઈ રહ્યા છે? આપણે નવી પેઢીને શું શીખવી રહ્યા છીએ?
ધાર્મિક સ્થળોએ દેખાડો અને કાયરતાપૂર્ણ કૃત્ય
દિવ્યા ખોસલાએ ગોવિંદાને કડક સલાહ આપતાં જણાવ્યું; “જો તમારો કોઈ અફેર હોય, તો તેને લોકો સમક્ષ આ રીતે ન લાવો. ખાસ કરીને ધાર્મિક સ્થળોએ જઈને તેનો ખુલ્લેઆમ દેખાડો ન કરો.” “પોતાની પત્નીને કાતિલ કે દોષિત ઠેરવવાનું ષડયંત્ર રચવું એ કોઈપણ કાયર માણસનું સૌથી નીચલું કૃત્ય હોઈ શકે છે.” 58 વર્ષની ઉંમરે, જ્યારે મહિલાઓએ દાદી-નાની બનીને પતિ સાથે આરામદાયક જીવન વિતાવવું જોઈએ, ત્યારે સુનિતાજીને પત્ની તરીકે પોતાની પાયાની જરૂરિયાતો અને સન્માન માટે લડવું પડી રહ્યું છે, જે અત્યંત દુઃખદ છે.
‘મારી નજરમાં તમે માન ગુમાવી ચૂક્યા છો’
પોતાના નિવેદનના અંતે ભારે નિરાશા વ્યક્ત કરતાં દિવ્યાએ સીધું સંબોધન કર્યું કે, “ગોવિંદાજી, તમે એક લિજેન્ડ છો, તમારી ઇજ્જત તમારા પોતાના હાથમાં છે. તમે આવનારી પેઢીઓ સામે શું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો? કમનસીબે, મારી નજરમાં તમે તમારું તમામ સન્માન ગુમાવી ચૂક્યા છો.”
આ પણ વાંચો: દેશ માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ભારતીય ઉદ્યોગોએ પકડી ઝડપ, IIP ગ્રોથ વધીને 8% થયો












