ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે જાહેર કરી ટીમ

England : પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0 થી અજેય સરસાઈ મેળવી ચૂકેલી ઇંગ્લેન્ડની ટીમ હવે ક્લીન સ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાનાર ત્રીજી અને અંતિમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે ગયા મહિને બનેલી એક વિવાદાસ્પદ ઘટના બાદ ટીમમાંથી બહાર કરાયેલા ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને આ વખતે પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

સોની બેકર ટીમમાં યથાવત

ઇંગ્લેન્ડે યુવા ઝડપી બોલર સોની બેકરને ટીમમાં જાળવી રાખ્યો છે. બીજી તરફ, ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરને અંતિમ ટેસ્ટ માટે પસંદ કરાયેલી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સ્ક્વોડમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

બ્રાયડન કાર્સ ગયા મહિને ડર્બીના એક નાઇટક્લબ બહાર બનેલી ઘટના બાદ ચર્ચામાં આવ્યો હતો. 22 ઓગસ્ટે બનેલી આ ઘટના બાદ પોલીસે થોડા સમય માટે તેને હાથકડી પહેરાવી અટકાયતમાં લીધો હતો. આ ઘટના પછી તેને લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 31 વર્ષીય કાર્સના કેસની તપાસ હજુ ચાલી રહી છે, જેના કારણે તેની ટીમમાં વાપસી થઈ શકી નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઇંગ્લેન્ડની નજર ક્લીન સ્વીપ પર

ઇંગ્લેન્ડે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં જીત મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. હવે ટીમની નજર પાકિસ્તાનનો 3-0 થી સફાયો કરવા પર રહેશે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે.

આ પણ વાંચો:સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાન કરી રહ્યું છે વાતચીતની અપીલ

ઇંગ્લેન્ડની ટીમમાં જો રૂટને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઝડપી બોલિંગ વિભાગમાં જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર, સેમ કૂક, ઓલી રોબિન્સન અને જોશ ટંગ જેવા વિકલ્પો મોજૂદ છે. ટીમમાં હેરી બ્રૂક, બેન ડકેટ, ઓલી પોપ અને જોર્ડન કોક્સ જેવા બેટ્સમેનો પણ સામેલ છે. પાકિસ્તાન માટે આ મુકાબલો પોતાની શાખ બચાવવાની છેલ્લી તક હશે, જ્યારે ઇંગ્લેન્ડ જીત સાથે શ્રેણીને ક્લીન સ્વીપ કરવાનો પૂરો પ્રયાસ કરશે.

પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ

જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર, શોએબ બશીર, હેરી બ્રૂક, સેમ કૂક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, એમિલિઓ ગે, ડેન લોરેન્સ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ અને જોશ ટંગ.

આ પણ વાંચો:ICC ટેસ્ટ રેન્કિંગમાંથી બહાર થયો બાબર આઝમ, 36 ઇનિંગ્સથી નથી આવી એક પણ સદી

Back to top button