ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને મળી મોટી સફળતાઃ ભારતે સેટેલાઇટ ઈન્ટરનેટ ચલાવવાની આપી મંજૂરી

નવી દિલ્હીઃ 9 જુલાઈ, 2025: Elon Musk Starlink: ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં ઈન્ટરનેટ સેટેલાઇટના સંચાલનની મંજૂરી મળી ગઈ છે. ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) એ મેસર્સ સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (SSCPL) ને સ્ટારલિંક Gen1 લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ નક્ષત્રનો ઉપયોગ કરીને સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસને સત્તાવાર રીતે મંજૂરી આપી છે.
આ નિર્ણય ભારતના દૂરના વિસ્તારોમાં પણ હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચાડવા તરફ એક મહત્ત્વનું પગલું છે.
હાઇસ્પીડ ઈન્ટરનેટ મળશે
જોકે, સ્ટારલિંક સર્વિસની શરૂઆત તમામ સંબંધિત નિયમો અને લાઇસન્સ મેળવ્યા પછી જ શરૂ કરવામાં આવશે. સ્ટારલિંક Gen1 એ 4,408 ઉપગ્રહોનો સમાવેશ કરતું વૈશ્વિક નક્ષત્ર છે. આ 540 થી 570 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે.
આ નેટવર્ક સમગ્ર ભારતમાં લગભગ 600 Gbpsની ઈન્ટરનેટ સ્પીડ પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે. જેનાથઈ ગ્રામીણ સમુદાયો તેમજ વિશ્વસનીય હાઇ-સ્પીડ કનેક્ટિવિટી ઇચ્છતા શહેરી યુઝર્સ માટે ઈન્ટરનેટ ઍક્સેસમાં ક્રાંતિ આવે તેવી અપેક્ષા છે.
IN-SPACE અધિકૃતતાને સ્પેસ સેક્ટરમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાના ભારતના ચાલુ પ્રયાસોમાં એક મુખ્ય પગલાં તરીકે જોવામાં આવે છે. આ નિર્ણયથી આગામી પેઢીના કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિપ્લૉયમેન્ટમાં તેજી આવવા, ડિજિટલ વિભાજન દૂર થશે અને સરકારના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને ટેકો મળશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ ‘ધર્મ અને જાતિના ભેદભાવ વિના બાળકો જ છે દેશની આશા…’ ધર્મનિર્પેક્ષતા મુદ્દે HC જસ્ટિસની મહત્ત્વની ટિપ્પણી












