ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

એલન મસ્કનો પ્લાન બદલાયો: મંગળ પહેલાં ચંદ્રમા પર શહેર વસાવવાની તૈયારી; જાહેર કરી ડેડલાઇન

અમેરિકા, 9 ફેબ્રુઆરી 2026 : વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસએક્સના સ્થાપક તેમજ CEO એલન મસ્કએ મોટું નિવેદન આપ્યું છે. મસ્કે જાહેર કર્યું છે કે સ્પેસએક્સ હવે મંગળ ગ્રહ પર શહેર વસાવવાના પ્લાનને થોડું પાછું ધકેલી દીધું છે અને પહેલાં ચંદ્રમા પર આત્મનિર્ભર શહેર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ચંદ્રમા પર ‘સેલ્ફ-ગ્રોઇંગ’ (ખુદ વિકસિત થતું) શહેર બનાવવાનું લક્ષ્ય 10 વર્ષથી પણ ઓછા સમયમાં પૂરું કરી શકાય છે, જ્યારે મંગળ પર આવું કરવામાં 20 વર્ષથી વધુ સમય લાગી શકે છે.

મંગળ પર પણ વસાવશે શહેર

મસ્કે સ્પષ્ટ કર્યું કે મંગળ પર શહેર વસાવવાનો પ્લાન રદ થયો નથી, પરંતુ તેની શરૂઆત હવે 5થી 7 વર્ષ પછી થશે. હાલમાં કંપનીની પ્રાથમિકતા ચંદ્રમા પર માનવ વસાહત બનાવવાની છે. તાજેતરના મહિનાઓમાં સ્પેસએક્સે પોતાના સંસાધનોને મંગળ મિશનથી ખસેડીને ચંદ્રમા તરફ વાળ્યા છે.

2027 સુધીમાં ચંદ્રમા પર અનક્રૂડ લેન્ડિંગ રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સ હવે માર્ચ 2027 સુધીમાં ચંદ્રમા પર એક અનક્રૂડ (માનવ વિનાનું) લેન્ડિંગ કરવાનું લક્ષ્ય રાખે છે. આ પહેલાં મસ્કે 2026ના અંત સુધીમાં મંગળ પર અનક્રૂડ મિશન મોકલવાની વાત કરી હતી, પરંતુ હવે ટાઇમલાઇનમાં ફેરફાર આવ્યો છે. આ બદલાવ સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટના વિકાસ સાથે જોડાયેલો છે. સ્ટારશિપ વિશ્વનું સૌથી મોટું અને શક્તિશાળી રિ-યુઝેબલ રોકેટ છે, જે ચંદ્રમા અને મંગળ બંને માટે ડિઝાઇન કરાયું છે.

નાસાના આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ સ્પેસએક્સને ચંદ્રમા પર એસ્ટ્રોનોટ્સ ઉતારવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સ્ટારશિપને લ્યુનર લેન્ડર તરીકે વાપરવામાં આવશે.

‘ચંદ્રમા પર બેઝ બનાવવું સરળ અને ઝડપી’ એલન મસ્કનું માનવું છે કે ચંદ્રમા પર પહેલું બેઝ બનાવવું સરળ અને ઝડપી હશે, કારણ કે:

  • પૃથ્વીથી અંતર ઓછું છે (માત્ર 3 દિવસની મુસાફરી)
  • મંગળ સુધી પહોંચવામાં 6થી 9 મહિના લાગે છે
  • ચંદ્રમા પર બરફ મળવાની સંભાવના છે, જેને ઇંધણ (ઓક્સિજન અને હાઇડ્રોજન)માં રૂપાંતરિત કરી શકાય છે
  • સાઉથ પોલની નજીક શેકલ્ટન ક્રેટર જેવા વિસ્તારોમાં લગભગ સતત સૂર્યપ્રકાશ મળે છે, જે સોલર પાવર માટે ફાયદાકારક છે

જરૂરિયાતો પૂરી કરશે શહેર

મસ્કની યોજના મુજબ સ્ટારશિપને જ પ્રારંભિક હેબિટેટ અથવા બેઝ તરીકે વાપરવામાં આવશે. કાર્ગો મિશન્સ દ્વારા સામગ્રી પહોંચાડવામાં આવશે, પછી 3D પ્રિન્ટિંગ અને રોબોટ્સ દ્વારા બેઝને વિસ્તારવામાં આવશે. આ શહેર સેલ્ફ-સસ્ટેનિંગ (આત્મનિર્ભર) હશે, એટલે કે પોતાની જરૂરિયાતો પોતે પૂરી કરશે.

મંગળની તુલનામાં ચંદ્રમા પર રેડિએશન, ધૂળના તોફાન અને ઓછી ગુરુત્વાકર્ષણ જેવી પડકારો ઓછા છે. મસ્કનું લક્ષ્ય છે કે ચંદ્રમા પર બેઝ બનાવીને માનવજાત મલ્ટી-પ્લેનેટરી સ્પીશીઝ બને, જેથી લાંબા ગાળે માનવતાને બચાવી શકાય.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ પછી સિનિયર એક્ટરે છોડી ‘સ્પિરિટ’, શૂટિંગ વચ્ચે ડાયરેક્ટર સાથે બોલાચાલી

Back to top button