CBSE 12th Result 2026: CBSEના ધોરણ-12ના પરિણામો જાહેર, 85.20 % રિઝલ્ટ

CBSE Board 12th Result 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 12મા પરીક્ષાના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. DigiLocker અને ઉમંગ એપ પર આ પરિણામો જાણી શકાશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર તેમના પરિણામો ચકાસી શકશે. ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ક્રેશ થાય તો, વિદ્યાર્થીઓ DigiLocker અને UMANG એપનો પણ ઉપયોગ કરી શકે છે. CBSE એ શાળાઓને 6-અંકનો સિક્યોરિટી પિન જારી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જે વિદ્યાર્થીઓને તેમની ડિજિટલ માર્કશીટ અને માઇગ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની મંજૂરી આપશે. પાસ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા ગુણ હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના પ્રવેશ કાર્ડ (રોલ નંબર, સ્કૂલ કોડ અને પ્રવેશ કાર્ડ ID) તૈયાર રાખે.
તમે આ રીતે પરિણામ ચકાસી શકો છો
- સૌ પ્રથમ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ
- અહીં તમને CBSE ધોરણ 12મા પરિણામ 2026 ની લિંક દેખાશે.
- હવે તમારો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
- માર્કશીટ તમારી સ્ક્રીન પર દેખાશે.
- 85.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
12માં ધોરણના વિદ્યાર્થીઓની રાહ ખતમ થઈ ચૂકી છે. સીબીએસઈએ પરિણામો જાહેર કરી દીધા છે. રિઝલ્ટ મુજબ 12માં ધોરણમાં કુલ 85.20 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 88.86 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે, જ્યારે 82.13 ટકા વિદ્યાર્થીઓ પાસ થઈ છે. છોકરીઓએ છોકરાઓની તુલનામાં 6.73 ટકા સારું પ્રદર્શન કર્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટોચના 0.1% વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ મળશે
CBSE એ આ વખતે ટોપર્સ કે મેરિટ લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. પોતાના વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનારા ટોચના 0.1% વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
કઈ શાળામાં પાસ થવાની ટકાવારી સૌથી વધુ છે?
- કેન્દ્રીય વિદ્યાલયો – 98.55%
- જવાહર નવોદય વિદ્યાલય – 98.47%
- સરકારી વિદ્યાલય – 89.55%
- સરકારી સહાયતા પ્રાપ્ત – 86.07%
- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ – 85.55%
- સ્વતંત્ર વિદ્યાલય – 84.22%
The result of the Class-XII main examination 2025-2026 conducted by CBSE has been declared: CBSE – Central Board of Secondary Education pic.twitter.com/ZrCpcsiDl3
— ANI (@ANI) May 13, 2026
આટલા લોકોએ હાજરી આપી હતી
CBSE ધોરણ 12ની પરીક્ષા માટે કુલ 17,80,365 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 17,68,968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 15,07,109 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષે પાસ થવાની ટકાવારી 85.20% છે, જે ગયા વર્ષના 88.39% પાસ થવાની ટકાવારી કરતાં ઓછી છે.












