પ્રિન્સિપાલની એક ભૂલથી શિક્ષણ વિભાગ પર ઉઠ્યો પ્રશ્ન! સોશિયલ મીડિયા પર વાઈરલ

હિમાચલ પ્રદેશ: 1 ઓક્ટોબર, 2025: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલ, રોનહાટના પ્રિન્સિપાલનો એક ચેક સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ચેકમાં રકમ (₹7,616) આંકડાઓમાં સાચી લખાઈ હતી, પરંતુ શબ્દોમાં થયેલી મોટી ભૂલને કારણે બેંકે તેને રિજેક્ટ કરી દીધો હતો.
ચેકમાં શબ્દોમાં રકમ આ રીતે લખવામાં આવી હતી: “Saven Thursday six Harendra sixty rupees only.” (સાચી રકમ: Seven thousand six hundred sixteen rupees only).

સોશિયલ મીડિયા પર મજાકનું કેન્દ્ર
ચેકની આ ગંભીર ભૂલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ. લોકોએ પ્રિન્સિપાલની આ ભૂલ પર જોક્સ બનાવ્યા અને મજાક ઉડાવી.
- એક યુઝરે લખ્યું કે, શેક્સપિયર પણ આટલી ‘ક્રિએટિવિટી જોઈને ચૂપ થઈ જાત.”
- લોકોએ સવાલ ઉઠાવ્યો કે, જો સ્કૂલના પ્રિન્સિપાલ જ હજાર અને સો જેવી મૂળભૂત બાબતો ખોટી રીતે લખી શકતા હોય, તો વિદ્યાર્થીઓના શિક્ષણની સ્થિતિ શું હશે?
સરકારી શાળાઓના શિક્ષકો અને પ્રિન્સિપાલના વિદેશ પ્રવાસ પર થતા ખર્ચની ચર્ચા વચ્ચે આ ઘટના શિક્ષણ વિભાગ માટે શરમજનક બની છે. લોકોએ ટિપ્પણી કરી છે કે જો શિક્ષણના પાયામાં જ આવી ભૂલો થાય, તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું હશે.
બેંકે ચેક રિજેક્ટ કર્યો, પ્રિન્સિપાલને ચેતવણી
ખોટી જોડણી (Spelling Mistake) અને શબ્દ રચનાના કારણે બેન્કે આ ચેક સ્વીકાર્યો ન હતો. ત્યાર બાદ પછી સ્કૂલને ફરીથી સાચો ચેક જાહેર કરવો પડ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ચેકનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યો હતો.
આ પણ વાંચોઃ કોલ્હાપુરમાં નિર્માણાધીન ફાયર સ્ટેશનની છત ધરાશાયી, 1નું મૃત્યુ, 6 ઈજાગ્રસ્ત
આ પણ વાંચોઃ અમેરિકાના H1-B વિસા પર ચીનના K-વિસા પડશે ભારે? ભારતીયો માટે મોટી તક












