ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલ્હાપુરમાં નિર્માણાધીન ફાયર સ્ટેશનની છત ધરાશાયી, 1નું મૃત્યુ, 6 ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્ર 10 સપ્ટેમ્બર, 2025: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે (30 સપ્ટેમ્બર) રાત્રે એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોલ્હાપુર નગર પાલિકા (KMC)ના નિર્માણાધીન ફાયર સ્ટેશન ભવનનો સ્લેબ (છત) ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરીને કાટમાળમાં દટાયેલા પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

કાટમાળમાંથી પાંચ લોકોને બચાવવામાં આવ્યા

દુર્ઘટના વિશે જાણ થતા તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, ‘કોલ્હાપુર નગર પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. સ્લેબનું કામ અંતિમ તબક્કામાં હતું, પરંતુ અચાનક સ્લેબ ધસી પડ્યો. આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર સહિત છ લોકો કાટમાળમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તરત બચાવ કાર્ય શરૂ કરીને પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. જોકે, એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું છે.’

નિર્માણની ગુણવત્તા પર સવાલ

અધિકારીઓએ જણાવ્યું કે, સ્લેબ ધસી પડવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં નિર્માણ કાર્યમાં ગુણવત્તા કે તકનીકી ખામીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ અને નગર પાલિકાએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, જેથી દુર્ઘટનાના સાચા કારણો જાણી શકાય.

આ પણ વાંચોઃ અમેરિકાના H1-B વિસા પર ચીનના K-વિસા પડશે ભારે? ભારતીયો માટે મોટી તક

આ પણ વાંચોઃ 3 ઓક્ટોબરથી ત્રણ રાશિઓના સારા દિવસો શરૂ થશે, બુધની ચાલ ધમાલ મચાવશે

Back to top button