ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આંદામાન-નિકોબારમાં EDએ સૌપ્રથમ વખત કરી રેડ, 200 કરોડનો બેન્ક લોન ગોટાળો

નવી દિલ્હી, 1 ઓગસ્ટ, 2025: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગઇકાલે આંદામાન નિકોબાર રાજ્ય સહકારી બેન્ક (ANSCB)માં કથિત લોન કૌભાંડના મામલે આંદામાન નિકોબારના દ્વીપ સમૂહ પર રેડ કરી હતી. આંદામાન નિકોબારમાં રેડ પડી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. પોર્ટ બ્લેર અને તેની આસપાસની નવ જગ્યાએ અને કોલકાતામાં બે જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. બેન્ક દ્વારા લોન અનેઓવરડ્રાફ્ટ સુવિધામાં કથિત ગેરરીતિની ચાલી રહેલી તપાસ અંતર્ગત 31 જુલાઇએ રેડ કરવામાં આવી હતી.

EDએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન, તેને ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે જે લોન મંજૂર કરવામાં આવેલી પદ્ધતિમાં “ગંભીર ભૂલો” દર્શાવે છે. “આંદામાન અને નિકોબાર ટાપુઓના ભૂતપૂર્વ (કોંગ્રેસ) સાંસદ કુલદીપરાય શર્માના લાભ માટે શંકાસ્પદો દ્વારા લગભગ 15 સંસ્થાઓ/કંપનીઓ બનાવવામાં આવી હતી અને આ સંસ્થાઓએ ANSCB પાસેથી છેતરપિંડી કરીને 200 કરોડ રૂપિયાથી વધુની લોન સુવિધાઓ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, શર્મા આંદામાન નિકોબાર રાજ્ય સહકારી બેંકના ઉપપ્રમુખ પણ છે,” એમ એજન્સીએ જણાવ્યું હતું.

પુરાવા દર્શાવે છે કે બેંકે પોતાના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણી શેલ કંપનીઓની લોન મંજૂર કરી હતી. EDના જણાવ્યા અનુસાર, ANSCBના ભૂતપૂર્વ સાંસદ અને વર્તમાન ઉપપ્રમુખ કુલદીપ રાય શર્માને ફાયદો પહોંચાડવા માટે શંકાસ્પદો દ્વારા લગભગ 15 શેલ કંપનીઓ બનાવવામાં આવી હતી, એમ સૂત્રો જણાવે છે.

એજન્સીનો દાવો છે કે આ સંસ્થાઓએ છેતરપિંડી કરીને 200 કરોડ રૂપિયાથી વધુની લોન મેળવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમનો મોટો ભાગ રોકડમાં ઉપાડીને શર્મા અને અન્ય લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.

EDના જણાવ્યા અનુસાર, “યોગ્ય તપાસ અને આંતરિક બેંકિંગ પ્રક્રિયાઓને અવગણીને” નકલી કંપનીઓ અને કંપનીઓને લોન મંજૂર કરવામાં આવી હોવાનો આરોપ છે. આ તપાસ આંદામાન અને નિકોબાર પોલીસની ગુના અને આર્થિક ગુના શાખા દ્વારા કૌભાંડ સાથે સંકળાયેલા અનેક ખાનગી વ્યક્તિઓ અને બેંક અધિકારીઓ સામે નોંધાયેલી ફરિયાદ પર આધારિત છે.

આ પણ વાંચોઃ ભારતીય મૂળના નિખીલ રવિશંકર બનશે એર ન્યૂઝીલેન્ડના સીઇઓ, ઉડ્ડયન ક્ષેત્રેની ઊંડી સમજ

Back to top button