ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતીય મૂળના નિખીલ રવિશંકર બનશે એર ન્યૂઝીલેન્ડના સીઇઓ, ઉડ્ડયન ક્ષેત્રેની ઊંડી સમજ

નવી દિલ્હી, 1 ઓગસ્ટ, 2025: ભારતીય મૂળના નિખીલ રવિશંકર લગભગ પાંચ વર્ષ સુધી એર ન્યૂજીલેન્ડ સાથે સંકળાયેલા રહ્યા બાદ ઓક્ટોબરથી કંપનીના ચિફ એક્જિક્યુટીવ ઓફિસર (સીઇઓ)નો પદભાર સંભાળવા જઇ રહ્યા છે. નોંધનીય છે કે એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) કેમ્પેબલ વિલ્સ ન્યૂઝીલેન્ડના છે.

ઓક્ટોબર પદભાર સંભાળશે નિખીલ

એર ન્યૂજીલેન્ડે બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતુ કે આ સમયે એરલાઇનના મુખ્ય ડિજીટલ અધિકારી 20 ઓક્ટોબરથી સત્તાવાર રીતે સીઇઓનુ પદ સંભાળશે. એર ન્યૂઝીલેન્ડમાં લગભગ પાંચ વર્ષના કાર્યકાળામાં ઉડ્ડયન ક્ષેત્ર અને એરલાઇનની ઊંડી સમજ પ્રાપ્ત કરી લીધી છે.

અગાઉ અહીં કામ કર્યું છે

તેમણે એરલાઇનના ટેકનોલોજીકલ બેકબોન, લોયલ્ટી પ્રોગ્રામ અને ગ્રાહક પ્રસ્તાવમાં પણ નોંધપાત્ર પ્રગતિનું નેતૃત્વ કર્યું છે. આ કંપનીમાં જોડાતા પહેલા, રવિશંકર વેક્ટરમાં ચીફ ડિજિટલ ઓફિસર અને એક્સેન્ચરના મેનેજિંગ ડિરેક્ટર હતા.

એર ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરવાની આ તક મળતાં મને ખૂબ આનંદ થાય છે… એરલાઇન્સ જટિલ છે, અને સલામતી અમારા દરેક નિર્ણયનો આધાર છે, એમ તેમણે નિવેદનમાં જણાવ્યું હતું.

એર ન્યુઝીલેન્ડ દરરોજ 400થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે

એર ન્યુઝીલેન્ડ 49 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ દરરોજ 400થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેની વેબસાઇટ અનુસાર, તેના કાફલામાં 100થી વધુ વિમાનો છે, જેમાં બોઇંગ 777, 787, એરબસ 320, ATR અને Q300નો સમાવેશ થાય છે.

દરમિયાન, એર ન્યુઝીલેન્ડ અને એર ઇન્ડિયાએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે તેઓ 2028ના અંત સુધીમાં બંને દેશો વચ્ચે સીધી સેવા શરૂ કરવાની શક્યતા શોધશે, જે નવા વિમાનોના સપ્લાય અને સંબંધિત સરકારી નિયમનકારોની મંજૂરીને આધિન છે.

ભારતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હવાઈ જોડાણ વધારવા માટે બંને એરલાઇન્સે એક સમજૂતી કરાર (MoU) પર પણ હસ્તાક્ષર કર્યા છે. બંને એરલાઇન્સ ભારત, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 રૂટ પર નવી કૉડશેર ભાગીદારી કરશે.

આ પણ વાંચોઃ ટ્રમ્પનું સંકટ હજુ પણ યથાવત, સેન્સેક્સ અને નિફ્ટી નીચે ખુલ્યા

Back to top button