ગુજરાત

ભરશિયાળામાં કેસર કેરીનું આગમન: પોરબંદર યાર્ડમાં રેકોર્ડ ભાવે હરાજી

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફળોની રાણી કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ડિસેમ્બરની ઠંડીમાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં તેની પ્રથમ આવક થઈ છે. આ વહેલી પેદાશથી ખેડૂતો તેમજ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

કેસર કેરીના 10 કિલોના બોક્સની હરાજી

હનુમાનગઢ વિસ્તારમાંથી લાવવામાં આવેલી કેસર કેરીના એક 10 કિલોના બોક્સની પરંપરાગત રીતે હરાજી કરવામાં આવી. ગુલાબના ફૂલોથી સ્વાગત કરીને અને પેડાં વહેંચીને આ વહેલી કેરીનું સ્વાગત કરાયું હતું. હરાજીમાં આ બોક્સ 12,510ના ઊંચા ભાવે વેચાયું, એટલે કે પ્રતિ કિલો 1,251નો ભાવ મળ્યો. આનાથી બજારમાં પ્રથમ આવકને મોટો પ્રતિસાદ મળ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.

પોરબંદર જિલ્લાના બીલેશ્વર, હનુમાનગઢ અને બરડા પંથકમાં આંબાના બગીચાઓની મોટી સંખ્યા છે, જ્યાં કેસર કેરીનું વિપુલ ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોસર શિયાળામાં પણ કેરીનો પાક આવવા લાગ્યો છે.

જોકે, આ વર્ષે કમોસમી વરસાદ અને અન્ય પ્રતિકૂળ હવામાનને કારણે આંબાના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. આનાથી ચાલુ સીઝનમાં કેરીનું કુલ ઉત્પાદન ઘટવાની શક્યતા છે, પરંતુ આ વહેલી આવકથી બજારમાં નવો ઉત્સાહ જન્મ્યો છે.

આ પણ વાંચો: VIDEO: કિંજલ દવેએ સમાજને આપ્યો સણસણતો જવાબ; હવે લડી લેવાની વાત કહી દીધી

Back to top button