ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં ડ્રાઈવરોનો ડખોઃ 224 સિટી બસ-BRTSમાંથી 142 બંધ, મુસાફરોને હાલાકી

રાજકોટ, 15 મે 2025: રાજકોટ સિટી બસ અકસ્માત મામલામાં કોન્ટ્રાકટરોની અને ડ્રાઇવરોની મનમાની સામે આવી છે. જેના કારણે રાજકોટવાસીઓને મુશ્કેલીમાં મુકાવવુ પડ્યું છે. રિપેર થયેલી સિટી બસો ચાલુ કરવામાં આવી રહી છે, ત્યારે જ ડ્રાઈવરોએ ડબલ શિફ્ટમાં કામ આપો તો જ નોકરી કરવી છે તેમ જણાવી હાજર ના થતાં 234 સિટી બસમાંથી 152 બસ જેમની તેમ ઉભી છે, અને અનેક રૂટ ખોરવાઇ ગયા છે.

મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી.

છેવાડાના રૂટમાં દોડતી બસ સમયસર ન પહોંચતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોની હેરાનગતિને લઇ તંત્રએ એજન્સીને રૂપિયા 10 હજારનો દંડ કરી ફરી વખત સિટી બસો રેગ્યુલર કરવા કવાયત હાથ ધરી છે. ડ્રાઇવરોની દલીલ છે કે 8 કલાકની સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોએ બસ ઉપાડવાનો ઈનકાર કરતાં તંત્રમાં દોડધામ મચી. એજન્સી દ્વારા એજન્સી દ્વારા પગાર વધારો કરવો પડે તેવા સંજોગો સર્જાયા.

આ પણ વાંચો..73 વર્ષનો સુપરસ્ટાર, એક વર્ષમાં બનાવી 36 ફિલ્મો, રેકોર્ડ્સમાં અક્ષય અને સલમાનને પણ પાછળ છોડી દીધા

Back to top button