ટ્રેન્ડિંગધર્મ

જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 ઉપાય, જીવનની મુશ્કેલીઓ થશે દૂર!

Janmashtami 2026 Upay: ભાદરવા મહિનાના વદ પક્ષની આઠમ (કૃષ્ણ પક્ષની અષ્ટમી) તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો માટે પ્રેમ અને ભક્તિથી ભરેલી અદ્ભુત રાત હોય છે. શાસ્ત્રોમાં જન્માષ્ટમીની રાત્રિને અત્યંત દુર્લભ અને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે. જો તમારા જીવનમાં ધન, કારકિર્દી અથવા પરિવારને લઈને સતત મુશ્કેલીઓ રહેતી હોય, તો તેનાથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ પણ અચૂક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ ગુરુ માન્યા જણાવે છે કે જન્માષ્ટમીની રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

1. દૂધ, દહીં અને મધથી મહાઅભિષેક

ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે જન્માષ્ટમીની રાત્રે નિશિતા કાળ (મધ્યરાત્રિનો શુભ સમય) માં દહીં, મધ અને કેસરયુક્ત દૂધથી બાળ ગોપાલનો મહાઅભિષેક કરો. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી આર્થિક અડચણો દૂર થાય છે. આ સાથે જ જો તમે નાણાકીય તંગીમાંથી મુક્તિ મેળવવા માગતા હોવ, તો દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને કાનુડાનો અભિષેક કરો. વાસ્તુ ગુરુ માન્યાના જણાવ્યા મુજબ, આવું કરવાથી અટવાયેલું ધન પાછું આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2. ચાંદીની વાંસળી અને મુગટ

કારકિર્દી અને સફળતા માટે લાડુ ગોપાલને એક નાની ચાંદીની વાંસળી અને એક સુંદર મુગટ અર્પણ કરો. ચાંદી શક્ય ન હોય તો લાકડાની વાંસળી પણ ભગવાનને ચડાવી શકાય છે. વાસ્તુ ગુરુ માન્યા અનુસાર, કાન્હાજીને ચાંદીની વાંસળી અને મુગટ અર્પણ કરવાથી કારકિર્દીમાં આવતી રુકાવટો દૂર થાય છે અને સમાજમાં માન-સન્માન વધે છે.

3. પીળા વસ્ત્રો અને મોરપીંછનો ઉપાય

પારિવારિક રક્ષા અને સુરક્ષા માટે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પછી તરત જ બાળ ગોપાલને નવા વસ્ત્રો ધારણ કરાવો. કાન્હાજીને ચમકદાર પીળા રંગના વસ્ત્રો પહેરાવો અને તેમની પાસે એક સુંદર મોરપીંછ સ્થાપિત કરો. પીળો રંગ ગુરુ (બૃહસ્પતિ) અને ભગવાન વિષ્ણુની સકારાત્મક ઊર્જામાં વધારો કરે છે, જેનાથી પરિવારમાં ચાલતો કંકાસ હંમેશ માટે શાંત થઈ જાય છે. બીજી તરફ, મોરપીંછ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને પરિવારમાં સ્નેહ વધારે છે.

4. ધાણાની પંજરી, માખણ-મિશ્રી અને તુલસી દલનો ભોગ

જન્માષ્ટમીની પૂજા સંપન્ન થયા પછી કાન્હાજીને માખણ, સાકર (મિશ્રી) અને ધાણાની પંજરીનો પ્રસાદ અર્પણ કરો. આ સાથે જ ભોગ ઉપર તુલસીનું પાન ચોક્કસથી મૂકો. તુલસી દલ વિના શ્રીકૃષ્ણ ભોગ સ્વીકારતા નથી. ભગવાનને આ પ્રસાદ ચડાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સંબંધોમાં રહેલી કડવાશ દૂર થાય છે.

આ પણ વાંચો:Bigg Boss 20ના ઘરની ભવ્ય ઝલક, 104 કેમેરા અને ‘Room 2X’એ વધાર્યું સસ્પેન્સ

5. ૐ ક્લીં કૃષ્ણાય નમઃ મંત્ર જાપ

કારકિર્દીમાં આવી રહેલી અડચણોને દૂર કરવા અને સફળતા મેળવવા માટે રાત્રિના પૂજન સમયે શાંત ચિત્તે દર્ભ (કુશ) અથવા ઊનના આસન પર બેસો. ત્યારબાદ તુલસીની માળાથી ‘ૐ ક્લીં કૃષ્ણાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો. આ મંત્ર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને કારકિર્દીમાં નવી તકોના માર્ગ ખોલે છે.

જન્માષ્ટમી પૂજનના કેટલાક મહત્વપૂર્ણ નિયમો

વ્રતના પારણાં હંમેશા મધ્યરાત્રિના પૂજન બાદ અથવા બીજા દિવસે સૂર્યોદય પછી જ કરો. ઘરમાં સંપૂર્ણપણે સાફ-સફાઈ રાખો અને આ પાવન દિવસે કોઈના પણ પ્રત્યે કટુ વચન ન બોલો. વાસ્તુ ગુરુ માન્યાનું માનવું છે કે ભગવાન શ્રીકૃષ્ણ માત્ર ભાવના ભૂખ્યા છે, તેથી આ તમામ ઉપાયો પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમભાવ સાથે કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો:સુનીતા આહુજાએ રાખી ગ્રાન્ડ પાર્ટી, ‘લોક અપ 2’ના સિતારાઓ સાથે જમાવી મહેફિલ

Back to top button