ધુરંધર 2: રણવીર સિંહની ફિલ્મનો વર્લ્ડવાઈડ દબદબો, અક્ષય ખન્નાના રોલ અને રામ ગોપાલ વર્માના રિવ્યુએ મચાવી ધૂમ

Dhurandhar 2 Box Office: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ રિલીઝ પહેલા જ ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના કારણે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બની રહ્યા છે.
અક્ષય ખન્નાના પાત્રને લઈને મોટું અપડેટ
ફિલ્મ ‘ધુરંધર’માં રહેમાન ડકૈતના પાત્રમાં અક્ષય ખન્નાએ અદભૂત અભિનય કર્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે ‘ધુરંધર 2’ માં પણ અક્ષય ખન્ના જોવા મળશે. જોકે, આ વખતે તેમનું પાત્ર સિક્વલમાં ફ્લેશબેક સીન (કેમિયો રોલ) તરીકે બતાવવામાં આવશે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર ચાહકોની ઉત્તેજના બમણી થઈ ગઈ છે.
એડવાન્સ બુકિંગમાં વર્લ્ડ રેકોર્ડ
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર 2’ એ વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સિદ્ધિ મેળવનારી તે ‘પુષ્પા 2’, ‘લિયો’, ‘RRR’ અને ‘બાહુબલી 2’ પછીની પાંચમી ભારતીય ફિલ્મ બની છે. ખાસ વાત એ છે કે આ મુકામ હાંસલ કરનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે.
રામ ગોપાલ વર્માની ભવિષ્યવાણી: “શોલે કરતાં 100 ગણી ભવ્ય”
જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા (RGV) એ આ ફિલ્મના વખાણ કરતા તેને ભારતીય સિનેમાનો નવો યુગ ગણાવ્યો છે. તેમણે ટ્વિટર (X) પર લખ્યું, “ધુરંધર 2 જોયા પછી હું કહી શકું છું કે આ ફિલ્મ ‘શોલે’ કરતા 100 ગણી વધુ શાનદાર હશે. આ ફિલ્મ મુગલ-એ-આઝમ જેવી આઈકોનિક ફિલ્મોને પણ ટીવી સિરિયલ જેવી બનાવી દેશે. સ્ટીવન સ્પીલબર્ગ અને ક્રિસ્ટોફર નોલન જેવા દિગ્ગજોએ પણ પોતાનું કામ છોડીને આ ફિલ્મનો ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ જોવો જોઈએ.”
વર્માએ વધુમાં ઉમેર્યું કે જો આ ફિલ્મ પહેલા જ દિવસે 120 કરોડથી વધુની કમાણી કરે તો નવાઈ નહીં. ફિલ્મના લાંબા રનટાઈમ છતાં તે લાંબો સમય થિયેટરોમાં ટકી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ કેપ્ટન સુખમીત અને ધીરજની બહાદુરી: ડ્રોન અને મિસાઈલના ખતરા વચ્ચે બે ભારતીય જહાજોની સુરક્ષિત વાપસી
આ પણ વાંચોઃ મિત્રો સાથે મળી 1 કરોડ લૂંટવાનો પ્લાન બનાવ્યો, 24 કલાકમાં જેલ ભેગા થઈ ગયા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












