ટ્રેન્ડિંગમનોરંજન

આ ઓટીટી પર ‘Dhurandhar2’નું અનકટ વર્ઝન રિલીઝ થશે, સસ્પેન્સ થશે ડબલ

 ‘Dhurandhar2’ will be released on this OTT  : Dhurandhar 2 હવે સિનેમાઘરોમાં ધમાકેદાર સફળતા બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રણવીર સિંહની આ સ્પાય એક્શન-થ્રિલર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફેન્સ લાંબા સમયથી ફિલ્મની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે 15 મેના રોજ ફિલ્મ બે અલગ-અલગ OTT પ્લેટફોર્મ્સ પર સ્ટ્રીમ થશે.

આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ભારતમાં અને વિદેશોમાં અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ભારતમાં ફિલ્મ JioHotstar પર ઉપલબ્ધ રહેશે, જ્યારે વિદેશોમાં ફિલ્મ Netflix પર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે વિદેશોમાં ફેન્સને ફિલ્મનું અનકટ વર્ઝન પણ જોવા મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

અનકટ વર્ઝનમાં એવા અનેક સીન સામેલ કરવામાં આવ્યા છે, જેને સેન્સર બોર્ડ દ્વારા થિયેટર રિલીઝ દરમિયાન કાપી નાખવામાં આવ્યા હતા. સાથે જ કેટલાક એવા દૃશ્યો પણ ઉમેરવામાં આવ્યા છે, જે સિનેમાઘરોમાં દર્શાવવામાં આવ્યા નહોતા. જોકે ભારતીય દર્શકો માટે આ અનકટ વર્ઝન ઉપલબ્ધ નહીં હોય, કારણ કે ભારતમાં ફિલ્મ માત્ર જિયો હોટસ્ટાર પર જ સ્ટ્રીમ થશે.

ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ધુરંધર 2’એ વિશ્વભરમાં લગભગ 1,796 કરોડ રૂપિયાનું જબરદસ્ત કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 2026ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, આર માધવન, રાકેશ બેદી, સારા અર્જુન અને અર્જુન રામપાલ જેવા કલાકારોના અભિનયની પણ ભારે પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો  ; દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, લીટર દીઠ 3 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Back to top button