PUC સર્ટિફિકેટ અંગે મોટો બદલાવ: BS-6 વાહનોને રાહત, જૂના વાહનો માટે નિયમો કડક

PUC Certificate Rules : કેન્દ્ર સરકારે વાહનોના પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટની માન્યતાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ BS-6 વાહનોને મોટી રાહત આપવામાં આવી છે અને તેમને PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવા માટે વધુ સમય મળશે. બીજી તરફ, જૂના વાહનો માટે પોલ્યુશન ચેક કરાવવાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ 13 નવેમ્બરના રોજ આ ફેરફારો અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
BS-6 વાહનોને મોટી રાહત
નવા PUCC નિયમો મુજબ, 6 વર્ષ સુધી જૂના ખાનગી BS-6 વાહનોએ ત્રણ વર્ષે PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. જ્યારે 6 વર્ષથી 10 વર્ષ સુધી જૂના BS-6 વાહનોએ દર વર્ષે સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે દર 6 મહિને પોલ્યુશન ચેક કરાવવું જરૂરી રહેશે.
આ નવા નિયમોની અસર કોમર્શિયલ વાહનો પર પણ પડશે. 6 વર્ષ સુધી જૂના BS-6 કોમર્શિયલ વાહનોએ દર બે વર્ષે PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. જ્યારે 6 વર્ષથી 10 વર્ષની ઉંમર ધરાવતા BS-6 કોમર્શિયલ વાહનો માટે સમયમર્યાદા એક વર્ષ અને 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે 6 મહિના નક્કી કરવામાં આવી છે.
અન્ય વાહનો માટે શું છે નિયમ?
જો તમારી પાસે BS-6 પહેલાંના ધોરણોવાળા વાહનો હોય, તો તેના નિયમો અલગ છે. BS-1, BS-2 અને BS-3 ધોરણો ધરાવતા વાહનોનું પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ માત્ર 3 મહિના માટે માન્ય રહેશે, એટલે કે દર ત્રણ મહિને રિન્યુ કરાવવું પડશે. જ્યારે BS-4 વાહનો માટે આ સર્ટિફિકેટની માન્યતા 6 મહિના નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ UPI યુઝર્સને મોટી રાહત મળવાના સંકેત, 2027ની ચૂંટણી સુધી ટળી શકે છે કે MDR ચાર્જનો નિર્ણય
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ નવા PUC નિયમો સમગ્ર દેશમાં લાગુ થશે અને તે દિલ્હી સરકારના 1 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધીના વિન્ટર પોલ્યુશન કંટ્રોલ પ્લાનથી અલગ છે. અગાઉ મહત્તમ એક વર્ષ સુધીની માન્યતા માટે PUCC બનતું હતું.
રિન્યુઅલ તારીખ અંગે શું સ્પષ્ટતા કરાઈ છે?
PUC સર્ટિફિકેટની માન્યતામાં આ ફેરફારો મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ સેન્ટ્રલ મોટર વ્હીકલ (16મો સુધારો) રૂલ, 2026 અંતર્ગત નોટિફાય કરવામાં આવ્યા છે. નવા નિયમોમાં રિન્યુઅલની તારીખ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે:
-
જો હાલનું સર્ટિફિકેટ એક્સપાયર થાય તેના 10 દિવસ પહેલાં રિન્યુ કરાવવામાં આવે, તો નવું સર્ટિફિકેટ જૂનું સર્ટિફિકેટ પૂરું થાય ત્યારથી લાગુ ગણાશે.
-
જો સર્ટિફિકેટ એક્સપાયર થયા બાદ રિન્યુ કરાવવામાં આવે, તો તે તે જ દિવસથી લાગુ થશે.
આ પણ વાંચોઃ તુલસી વિવાહમાં માતા તુલસીને દુલ્હનની જેમ કેમ શણગારાય છે? જાણો આ 5 ખાસ પરંપરાઓ વિશે











