ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના શાહદરામાં ડબલ મર્ડર; ઘરના ત્રીજા માળેથી મળી વૃદ્ધ દંપતીની લાશો, લુંટ કે હત્યા?

Delhi Double Murder Case: દિલ્હીના શાહદરામાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં રામ નગર એક્સટેન્શનમાં આવેલા એક ઘરમાં એક વૃદ્ધ દંપતીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ મામલો હત્યાનો હોઈ શકે છે, જોકે લૂંટની શક્યતાને નકારી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, 3 અને 4 જાન્યુઆરીની રાત્રે લગભગ 12:30 વાગ્યે એમએસ પાર્ક પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો હતો. ફોન કરનારે ગભરાયેલા અવાજમાં કહ્યું કે તેના માતા-પિતા બંને ઘરની અંદર બેભાન અવસ્થામાં પડેલા છે. મને લાગે છે કે કદાચ તેમનું મોત થઇ ગયું છે.

વૃદ્ધ દંપતીનું મૃત્યુ કેવી રીતે થયું?

સમાચાર મળતાં જ, તપાસ અધિકારી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા. ત્યાં તેઓ ફોન કરનાર, વૈભવ બંસલને મળ્યા, જે મૃતક દંપતીનો પુત્ર છે અને તે જ ઘરમાં રહે છે. વૈભવ બંસલે પોલીસને જણાવ્યું કે તેમને લાગે છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના માતાપિતાની હત્યા કરી છે.

અલગ અલગ રૂમોમાંથી મળી લાશો

જ્યારે પોલીસ ટીમ ઘરમાં પ્રવેશી, ત્યારે તેમને ત્રીજા માળે બે અલગ અલગ રૂમમાંથી બે લાશો મળી આવી. મૃતકની ઓળખ 65 વર્ષીય પરવેશ બંસલ અને 75 વર્ષીય વીરેન્દ્ર કુમાર બંસલ તરીકે થઈ છે. બંને શાહદરાના રામનગર એક્સટેન્શનના રહેવાસી હતા.

મૃતકના ચહેરા પર ઈજાના નિશાન

પોલીસ તપાસમાં વીરેન્દ્ર કુમાર બંસલના ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા, જેનાથી હત્યાની શંકા વધુ વધી ગઈ. ત્યારબાદ ગુના સ્થળ અને ફોરેન્સિક સાયન્સ લેબને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. બંને ટીમોએ ઘટનાસ્થળનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું, પુરાવા એકત્રિત કર્યા અને ફોટોગ્રાફ્સ લીધા. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં રાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં લૂંટની શક્યતા નકારી શકાતી નથી, પરંતુ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

હાલમાં, પોલીસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ડબલ મર્ડર પાછળનો હેતુ શું હતો, ઘરમાં લૂંટ થઈ હતી કે કેમ અને આ દંપતીને છેલ્લે કોણ મળ્યું હતું?. પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: બિહાર: “હજુ હું મર્યો નથી, સાહેબ….”, પોતાના જીવિત હોવાના પુરાવા લઈને ફરી રહ્યા છે આ વૃદ્ધ

Back to top button