દીપિકાની આ રીલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને હાર્દિક પંડ્યાનો તોડ્યો રેકોર્ડ: 190 કરોડ લોકોએ કરી પસંદ

મુંબઈ, 5 ઓગસ્ટ, 2025: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે. તેની એક ઇન્સ્ટાગ્રામ રીલને 190 કરોડથી વધુ વખત જોવામાં આવી છે. આ રીલ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી ઇન્સ્ટાગ્રામ રીલ બની ગઈ છે. તાજેતરમાં, દીપિકા પાદુકોણે હિલ્ટન હોટેલ ગ્રુપ સાથે એક રીલ શેર કરી હતી. આ રીલ તેમના ‘Where You Stay’ અભિયાનનો એક ભાગ હતી. 4 ઓગસ્ટ સુધીમાં, આ રીલને 1.9 બિલિયન વ્યૂઝ મળ્યા છે.
દીપિકા પાદુકોણને બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. અભિનેત્રીએ ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તાજેતરમાં જ દીપિકાને હોલીવુડ વોક ઓફ ફેમથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
View this post on Instagram
વાયરલ રીલમાં, દીપિકા એક હોટલનું પ્રમોશન કરતી જોવા મળે છે. લોકોએ દીપિકાના આ પ્રમોશનલ વીડિયોને એટલો બધો જોયો કે અભિનેત્રીના નામે એક નવો રેકોર્ડ બન્યો. દીપિકાની આ રીલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (૫૦૩ મિલિયનથી વધુ વ્યૂઝ) અને હાર્દિક પંડ્યા xBGMI (૧.૬ બિલિયન વ્યૂઝ)નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર 80 મિલિયન ફોલોઅર્સ છે. હવે જ્યારે દીપિકાની આ રીલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે ચાહકો પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘1.9 બિલિયન વ્યૂઝ મજાક નથી.’












