CSK vs LSG Highlights: કાંટાની ટક્કરમાં ચેન્નઈએ લખનૌને પછાડ્યું, 400થી વધુ રન સાથે રોમાંચક રહી પ્લેઓફની જંગ

CSK vs LSG IPL 2026 match highlights: IPL 2026ની હાઈવોલ્ટેજ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં લખનૌએ પહેલા બેટિંગ કરતા જોશ ઈંગ્લિશના 85 રનની મદદથી 204 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ચેન્નાઈએ ઉર્વિલ પટેલની વિસ્ફોટક ઈનિંગના જોરે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. આ જીત સાથે સીએસકે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે.
ઉર્વિલ પટેલની તોફાની બેટિંગથી જીત્યું ચેન્નાઈ
ચેન્નાઈની જીતના હીરો ઉર્વિલ પટેલ રહ્યા હતા, જેમણે માત્ર 23 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેમણે 2 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 42 રન અને સંજુ સેમસને 28 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ તરફથી દિગ્વેશ રાઠી અને શાહબાઝ અહેમદે 2-2 વિકેટ ઝડપી હતી પરંતુ તેઓ ચેન્નાઈને વિજય મેળવતા રોકી શક્યા નહોતા.
લખનૌએ બનાવ્યા હતા 204 રન
લખનૌ સુપર જાયન્ટ્સે રવિવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર જોશ ઈંગ્લિશે માત્ર 33 બોલમાં 85 રન ફટકારીને ટીમને મજબૂત પાયો આપ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા હતા. મિશેલ માર્શે 10 રન બનાવ્યા હતા જ્યારે અંતમાં શાહબાઝ અહેમદ અને હિંમત સિંહની ભાગીદારીએ સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો.
જોશ ઈંગ્લિશની તોફાની શરૂઆત
ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોશ ઈંગ્લિશે આક્રમક રમત બતાવીને પ્રથમ વિકેટ માટે 31 બોલમાં 77 રન જોડ્યા હતા. જોકે મધ્યમ ક્રમમાં રિષભ પંત (15) અને નિકોલસ પૂરન (1) સસ્તમાં આઉટ થઈ ગયા હતા. એક સમયે લખનૌએ 147 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ શાહબાઝ અહેમદે લડત આપીને સ્કોરને સન્માનજનક સ્થિતિમાં મૂક્યો હતો.
પ્લેઓફની રેસ થઈ વધુ રોમાંચક
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જેમી ઓવરટને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અંશુલ કંબોજને 2 સફળતા મળી હતી. નૂર અહેમદે પણ 1 વિકેટ લીધી હતી. આ જીત બાદ સીએસકે હવે ટોપ-4 ની રેસમાં ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, જ્યારે લખનૌ માટે પ્લેઓફની આશા જાળવી રાખવા માટે આગામી મેચોમાં જીત મેળવવી અનિવાર્ય બની ગઈ છે.
આ પણ વાંચોઃ IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર, ચેન્નાઈ સુપર કિંગ્સનો ‘ચેપૉક’માં ઐતિહાસિક વિજય
આ પણ વાંચોઃ એર ઇન્ડિયાએ ત્રણ વર્ષમાં 1,000થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા, CEOએ જણાવ્યું કારણ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












