ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ બાદ કાચા તેલમાં 20% સુધી ઘટાડો, ભાવ $100ની નીચે

Crude oil prices drop by 20%: વિશ્વ બજારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે અચાનક થયેલા યુદ્ધવિરામના એલાન બાદ કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. થોડા જ કલાકોમાં ક્રૂડ ઓઇલના ભાવ અંદાજે 20% ઘટીને 117 ડોલરથી સીધા 91 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે. કોરોના બાદ તેલ બજારમાં થયેલો આ સૌથી મોટો એકદિવસીય ઘટાડો માનવામાં આવે છે.

છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે તેલના ભાવમાં સતત વધારો જોવા મળતો હતો. પરંતુ યુદ્ધવિરામના સમાચાર આવ્યા બાદ આ વધારાનો પ્રીમિયમ ખતમ થઈ ગયો અને બજારમાં તીવ્ર ઘટાડો નોંધાયો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ સમગ્ર પરિસ્થિતિમાં હોર્મુઝ જળમાર્ગ મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. વિશ્વના લગભગ 20% કાચા તેલની સપ્લાય આ માર્ગ દ્વારા થાય છે. ઇરાન દ્વારા આ માર્ગ બંધ કરવાની ધમકીઓના કારણે વૈશ્વિક સપ્લાય પર જોખમ ઊભું થયું હતું, જેના કારણે ભાવોમાં ભારે ઉછાળો આવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકાએ પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ કરી લીધા છે અને હવે ઇરાન સાથે મળેલા 10 મુદ્દાના પ્રસ્તાવ પર આગળ ચર્ચા થશે. આ મુદ્દે 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં ચર્ચા થવાની શક્યતા છે.

બીજી તરફ ઇરાને સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધવિરામ અંતિમ નથી. ઇરાનના જણાવ્યા મુજબ તેમણે પણ પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ કર્યા છે અને આગળની વ્યૂહરચના અંગે ચર્ચા ચાલુ રહેશે. ઇરાને અમેરિકા સામે પ્રતિબંધ હટાવવાની, સૈન્ય હટાવવાની અને વળતર જેવી માંગણીઓ પણ મૂકી છે.

કાચા તેલના ભાવમાં થયેલા આ ઘટાડાનો અસર વૈશ્વિક બજારો પર જોવા મળશે. તેલ આયાત કરતા દેશોને આથી રાહત મળશે, જ્યારે તેલ કંપનીઓ અને રોકાણકારો માટે આ પરિસ્થિતિ પડકારરૂપ બની શકે છે.

આ પણ વાંચો : બાદશાહે સોંગ કોન્ટ્રોવર્સી મામલે માફી માંગી, 50 દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો લીધો નિર્ણય

Back to top button