ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

બાદશાહે સોંગ કોન્ટ્રોવર્સી મામલે માફી માંગી, 50 દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો લીધો નિર્ણય

badshah apologized for the song controversy:  પ્રખ્યાત રેપર અને ગાયક બાદશાહ પોતાના નવા ગીતને લઈને વિવાદમાં આવ્યા બાદ હવે માફી માંગતા જોવા મળ્યા છે. તેમના ગીતને લઈને ઉઠેલા વિરોધ બાદ મામલો મહિલા આયોગ સુધી પહોંચ્યો હતો, જ્યાં તેમને હાજર થવું પડ્યું હતું.

મહિલા આયોગે ગીતના શબ્દો અને રજૂઆતને લઈને મહિલાઓની માન-મર્યાદાને ઠેસ પહોંચાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે બાદશાહે આયોગ સમક્ષ નિશરત માફી માગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે ખાતરી આપી હતી.

બાદશાહે જણાવ્યું કે તેઓ સમાજ અને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરશે. તેમણે કહ્યું કે આગામી 4 મહિનામાં મહિલાઓના સશક્તિકરણ પર આધારિત પોઝિટીવ ગીત રજૂ કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઉપરાંત તેમણે આર્થિક રીતે નબળી વર્ગની 50 દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો પણ નિર્ણય લીધો છે. આ પગલાને મહિલા આયોગે સ્વાગત કર્યું છે.

આ કેસમાં ગીત સાથે જોડાયેલા નિર્દેશકો અને નિર્માતાઓ પણ આયોગ સમક્ષ હાજર રહ્યા હતા અને તેમણે પણ લખિત માફી આપી હતી. આયોગે તમામને ભવિષ્યમાં આવી ઘટનાઓથી દૂર રહેવા સૂચના આપી હતી.

આ ગીત માર્ચ 2026માં રિલીઝ થયું હતું અને રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ હતી. વિરોધ વધતા ગીતને વિવિધ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યું હતું.

બાદશાહે સોશિયલ મીડિયા પર પણ સ્પષ્ટતા કરી હતી કે તેમનો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. વિવાદ બાદ પોલીસે પણ આ ગીતને લગતા ઘણા લિંક્સ હટાવવાના પગલાં લીધા હતા.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર મનોરંજન ક્ષેત્રમાં જવાબદારી અને સંવેદનશીલતાના મહત્વ પર ચર્ચા ઊભી કરી છે.

Back to top button