ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Ind vs Pak: મહિલા વર્લ્ડકપમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જુઓ શિડ્યુઅલ

Criclet News: ગયા વર્ષે ODI વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં T20 ટાઇટલ પોતાના નામે કરવા માટે રેડી છે. ટીમ 12 જૂનથી 5 જુલાઈ દરમિયાન યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઇતિહાસ રચવાનું સપનું સેવી રહી છે. બધાની નજર કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના પર રહેશે.

ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.14 જૂન, રવિવાર ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ હશે, જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હરમનપ્રીત કૌરની ટીમ વિશ્વ ચેમ્પિયન બનવા તરફના પ્રથમ પગલા તરીકે પાકિસ્તાનને હરાવવાનું લક્ષ્ય રાખશે. ચાલો મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતના સમયપત્રક અને લાઇવ સ્ટ્રીમિંગ વિશે જાણીએ.

આ ટુર્નામેન્ટની 10મી આવૃત્તિમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. અગાઉની આવૃત્તિમાં 10 ટીમો હતી. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં છ ટીમોનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચ વખત મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. 2020 માં ટીમ રનર્સ-અપ રહી હતી.

ભારતને ગ્રુપ 1માં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ટીમ રવિવારે બર્મિંગહામમાં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે.

વુમન T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાણો

  • 13 જૂન, શનિવાર, સ્કોટલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, બપોરે 3:00 કલાકે, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 13 જૂન, શનિવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સાંજે 7:00 કલાકે, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 13 જૂન, શનિવાર, વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાત્રે 11:00 કલાકે, હેમ્પશાયર
  • 14 જૂન, રવિવાર, બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેન્ડ, બપોરે 3:00 કલાકે, એજબેસ્ટન
  • 14 જૂન, રવિવાર, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, સાંજે 7:00 કલાકે, એજબેસ્ટન
  • 16 જૂન, મંગળવાર, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, સાંજે 7:00 કલાકે, હેમ્પશાયર
  • 16 જૂન, મંગળવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, રાત્રે 11:00 કલાકે, હેમ્પશાયર
  • 17 જૂન, બુધવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, બપોરે 3:00 કલાકે, હેડિંગ્લી
  • 17 જૂન, બુધવાર, ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ, સાંજે 7:00 કલાકે, હેડિંગ્લી
  • 17 જૂન, બુધવાર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 11:00 કલાકે એજબેસ્ટન
  • 18 જૂન, ગુરુવાર, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ, રાત્રે 11:00 કલાકે, હેડિંગ્લી
  • 19 જૂન, શુક્રવાર, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, રાત્રે 11:00 કલાકે, હેમ્પશાયર
  • 20 જૂન, શનિવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નેધરલેન્ડ્સ, બપોરે 3:00 કલાકે, હેમ્પશાયર
  • 20 જૂન, શનિવાર, પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, સાંજે 7:00 કલાકે, હેમ્પશાયર
  • 20 જૂન, શનિવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, રાત્રે 11:00 કલાકે, હેડિંગ્લી
  • 21 જૂન, રવિવાર, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા, બપોરે 3:00 કલાકે, બ્રિસ્ટોલ
  • 21 જૂન, રવિવાર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત, સાંજે 7:00 કલાકે, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 23 જૂન, મંગળવાર, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, બપોરે 3:00 કલાકે, બ્રિસ્ટોલ
  • 23 જૂન, મંગળવાર, શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન, સાંજે 7:00 કલાકે, બ્રિસ્ટલ
  • 23 જૂન, મંગળવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 11:૦૦ કલાકે, હેડિંગ્લી
  • 24 જૂન, બુધવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, રાત્રે 11:00 કલાકે, લોર્ડ્સ
  • 25 જૂન, ગુરુવાર, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, રાત્રે 7:00 કલાકે, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 25 જૂન, ગુરુવાર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ નેધરલેન્ડ્સ, રાત્રે 11:00 કલાકે, બ્રિસ્ટલ
  • 26 જૂન, શુક્રવાર, શ્રીલંકા વિરુદ્ધ સ્કોટલેન્ડ, રાત્રે 11:00 કલાકે, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 27 જૂન, શનિવાર, પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ્સ, બપોરે 3:00 કલાકે, બ્રિસ્ટલ
  • 27 જૂન, શનિવાર, વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ આયર્લેન્ડ, સાંજે 7:00 કલાકે, બ્રિસ્ટલ
  • 27 જૂન, શનિવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાત્રે 11:00 કલાકે, ધ ઓવલ
  • 28 જૂન, રવિવાર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, બપોરે 3:00 કલાકે, લોર્ડ્સ
  • 28 જૂન, રવિવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, સાંજે 7:00 કલાકે, લોર્ડ્સ
  • 30 જૂન, મંગળવાર, સેમિ-ફાઇનલ 1, સાંજે 7:00 કલાકે, ધ ઓવલ
  • 2 જુલાઈ, ગુરુવાર, સેમિ-ફાઇનલ 2, રાત્રે 11:00 કલાકે, ધ ઓવલ
  • 5 જુલાઈ, રવિવાર, ફાઇનલ, સાંજે 7:00 કલાકે, લોર્ડ્સ
  • 24 દિવસ, 33 મેચ અને 7 સ્થળો

24 દિવસમાં સાત અલગ અલગ સ્થળોએ કુલ ૩૩ મેચ રમાશે. ટુર્નામેન્ટ ફોર્મેટ મુજબ, દરેક ટીમ તેના ગ્રુપની બધી ટીમો સામે એક મેચ રમશે. ગ્રુપ સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ગ્રુપ 1 ના વિજેતાનો મુકાબલો સેમિફાઇનલમાં ગ્રુપ 2 ના રનર-અપ સાથે થશે, જ્યારે ગ્રુપ 2 ના વિજેતાનો મુકાબલો ગ્રુપ 1 ના રનર-અપ સાથે થશે.

સેમિફાઇનલ અને ફાઇનલ બંને લંડનમાં

સેમિફાઇનલ લંડનમાં ધ ઓવલ ખાતે અને ફાઇનલ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે, જેણે છ વખત ટાઇટલ જીત્યું છે. ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યુઝીલેન્ડે પણ ટ્રોફી જીતી છે.

ભારતમાં વુમન T20 વર્લ્ડ કપ 2026 લાઈવ ક્યાં જોશો

મહિલા T20 વર્લ્ડ કપ 2026 ક્રિકેટ મેચ JioHotstar દ્વારા લાઈવ જોઈ શકાશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 HD, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 HD ટીવી ચેનલો પણ મેચોનું લાઈવ પ્રસારણ થશે.

આ પણ વાંચોઃ કોહલી અને વિલિયમસન સહિત 5 સ્ટાર બેટ્સમેન, જેમનું 10,000 ટેસ્ટ રન બનાવવાનું સ્વપ્ન અધૂરું રહ્યું
Back to top button