ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

COVID-19 Cases in India: ભારતમાં કોરોના ફરી કાળ બન્યો, 28 દર્દીના મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 4000 નજીક પહોંચી

Coronavirus India Update: કોરોના વાયરસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર સુધી એક્ટિવ કેસ 3758 હતા. તો વળી મૃત્યુ પામનારા દર્દીની સંખ્યા 28 થઈ ગઈ છે. દિલ્હીમાં એક્ટિવ કેસ કુલ 436 થઈ છે. અહીં 91 કેસનો વધારો થયો છે. તો વળી ઉત્તર પ્રદેશમાં એક્ટિવ કેસ 149 થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, રવિવારે રાજ્યમાં કોરોનાના ૬૫ નવા કેસ નોંધાયા હતા. આમાંથી ૨૨ કેસ મુંબઈના, ૨૫ પુણેના, ૯ થાણેના, ૬ પિંપરી-ચિંચવડના, ૨ કોલ્હાપુરના અને એક નાગપુરનો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ૩૦૦ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. હાલમાં સક્રિય કોવિડ-૧૯ દર્દીઓની કુલ સંખ્યા ૫૦૬ છે.

રાજસ્થાનમાં પણ કોરોનાએ પોતાનો કહેર ફેલાવ્યો છે

રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાં 17 રાજધાની જયપુરના છે અને એક ઉદયપુર, બિકાનેર અને ડુંગરપુરના છે. નવા ચેપગ્રસ્તોમાં 74 અને 82 વર્ષના બે વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત 19 થી 30 વર્ષની વયના 7 યુવાનોનો પણ સમાવેશ થાય છે. 20 નવા કેસ સહિત, રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 98 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. આ ચેપગ્રસ્તોમાંથી એકનું મૃત્યુ નીપજ્યું છે. 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: 30 વર્ષના પ્રેમી સાથે સાસુ ભાગી ગઈ, ચાર વહુઓના દાગીના પણ લેતા ગયા, પરિવારની થઈ ફજેતી

Back to top button