ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી કરનારા પ્રોફેસરને ન મળી રાહત, કોર્ટે ધકેલ્યો જેલમાં

સોનીપત, તા. 20 મે, 2025: ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી કરનારા અશોકા યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને કોર્ટે રાહત આપી નહોતી. સોનીપતની જિલ્લા કોર્ટે મંગળવારે કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ હવે મામલે 27 મેના રોજ વધુ સુનાવણી થશે.
ઓપરેશન સિંદૂર પર વાંધાજનક ટિપ્પણી કરનારા ઈસમો સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હરિયાણાના સોનીપતમાં પોલીસે બે દિવસ પહેલા અશોકા યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર એસોસિએટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની પોસ્ટ સામે આવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ યુવા મોર્ચાના નેતાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અલી ખાન મહમૂદાબાદ અશોકા યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર હતો. હરિયાણા મહિલા આયોગે પણ એસોસિએટ પ્રોફેસરને નોટિસ ફટકારી હતી.
પોલીસે કહ્યું કે, અલી ખાન મહમૂદાબાદની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી કેટલીક ટિપ્પણી સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ અલી ખાન મહમૂદાબાદને આ સંદર્ભમાં નોટિસ મોકલી હતી. 12 મેના રોજ આપવામાં આવેલી નોટિસ મુજબ આયોગે સોનીપતમાં અશોકા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રમુખ મહમૂદાબાદ દ્વારા 7 મે કે તેની આસપાસ આપેલા નિવેદન કે કરેલી ટિપ્પણીને લઈ આમ કર્યું છે.
ભારતીય શસ્ત્ર દળોએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી ભારતના અનેક શહેરનો નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતની ડિફેન્સ સિસ્ટમે આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાંથી એસીબીએ સીજીએસટી ઈન્સ્પેક્ટરને ઝડપ્યો, આટલા રૂપિયાની માંગી હતી લાંચ












