ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણામાં એસોસિએટ પ્રોફેસરને ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી ભારે પડી

સોનીપત, તા. 18 મે, 2025ઃ ઓપરેશન સિંદૂર પર વાંધાજનક ટિપ્પણી કરનારા ઈસમો સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હરિયાણાના સોનીપતમાં પોલીસે એક યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર એસોસિએટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની પોસ્ટ સામે આવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ યુવા મોર્ચાના નેતાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અલી ખાન મહમૂદાબાદ અશોકા યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર હતો. હરિયાણા મહિલા આયોગે પણ એસોસિએટ પ્રોફેસરને નોટિસ ફટકારી હતી.

પોલીસે કહ્યું કે, અલી ખાન મહમૂદાબાદની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી કેટલીક ટિપ્પણી સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ અલી ખાન મહમૂદાબાદને આ સંદર્ભમાં નોટિસ મોકલી હતી. 12 મેના રોજ આપવામાં આવેલી નોટિસ મુજબ આયોગે સોનીપતમાં અશોકા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રમુખ મહમૂદાબાદ દ્વારા 7 મે કે તેની આસપાસ આપેલા નિવેદન કે કરેલી ટિપ્પણીને લઈ આમ કર્યું છે.

ભારતીય શસ્ત્ર દળોએ 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી ભારતના અનેક શહેરનો નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતની ડિફેન્સ સિસ્ટમે આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે.

આ પણ વાંચોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે DGMO સ્તરની વાતચીત નહીં થાય, ભારતીય સેનાએ શું કહ્યું?

Back to top button