બનાસકાંઠામાંથી એસીબીએ સીજીએસટી ઈન્સ્પેક્ટરને ઝડપ્યો, આટલા રૂપિયાની માંગી હતી લાંચ

બનાસકાંઠા, તા. 20 મે, 2025: ACB દ્વારા લાંચિયા લોકોને સાણસામાં લેવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. બનાસકાંઠામાંથી એસીબીએ સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપ્યો હતો.
ફરિયાદીના પિતાએ ઇ-કોમર્સ ઘંઘો શરૂ કરવા માટે જીએસટી નંબરની જરૂર પડતા ઓનલાઇન અરજી કરી હતી. અરજદારની અરજી અન્વયે ફરિયાદીને ફોન કરી જીએસટી નંબર બાબતે સ્થળ વિઝીટ કરી વેરિફિકેશન કરવા સારું અમે આવીએ છીએ તેમ કહી ફરિયાદીનાં ઘરે રૂબરૂ જઇ વિજીટ કરી ફોટા પાડ્યા હતા. પોઝિટિવ રિપોર્ટ આપવા માટે સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાનપ્રસાદ રામકિશન બૈરવાએ રૂપિયા રૂ.૨૦૦૦- લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી. લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોય, બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાયો હતો.
ક્યાં ગોઠવવામાં આવી હતી ટ્રેપ
બનાસકાંઠાના પાલનપુરમાં ઢુંઢીયાવાડીમાં શ્રદ્ધા રેસીડેન્સીની આગળ જાહેર રોડ પર સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપિંગ અધિકારી એન એ ચૌધરી (પી.આઈ. બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન) તથા સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજના માર્ગદર્શનમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસ, પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા રૂા.૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram— ACB Gujarat (@ACBGujarat) May 20, 2025
આ પણ વાંચોઃ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ઓપરેશન સિંદૂરને ગણાવ્યું નાનું યુદ્ધ












