ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દેશની ફોરેક્સ અનામતમાં 4.386 અબજ ડોલરનો ઘટાડો

નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2025: ભારતની ફોરેક્સ અનામતો 22 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહે 4.386 અબજ ડોલર ઘટીને 690.72 અબજ ડોલર થઇ છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ આ માહિતી ગઇકાલે આપતા જણાવ્યું હતુ કે પાછલા સપ્તાહે કુલ અનામતો 1.486 અબજ ડોલર વધીને 695.106 અબજ ડોલરના સ્તરે હતી.

વિદેશી ચલણ સંપત્તિમાં ઘટાડો

શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, વિદેશી ચલણ સંપત્તિ 3.652 અબજ ડોલર ઘટીને 582.251 અબજ ડોલર થઈ છે. વિદેશી ચલણ સંપત્તિમાં ડોલર સામે યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય ચલણોમાં વધઘટની અસર પણ સામેલ છે.

સોનાનો ભંડાર ઘટીને 85.003 અબજ ડોલર થયો છે

RBIએ જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન, સોનાનો ભંડાર 665 મિલિયન ડોલર ઘટીને 85.003 અબજ ડોલર થયો છે. ઉપરાંત, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 46 મિલીયન ઘટીને 18.736 અબજ ડોલર થયો છે. આ ઉપરાંત, સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન IMFમાં ભારતની અનામતોની સ્થિતિ પણ 23 મિલિયન ડોલર ઘટીને 4.731 અબજ ડોલર થઈ છે.

આ પણ વાંચોઃ BSEએ લોન્ચ કર્યો Capital Markets Index, રોકાણકારોને આ રીતે થશે ફાયદો

Back to top button