IPL પૂરો થતા વિવાદ શરૂ : સ્ટાર ખેલાડીનો આરોપ, MI એ નથી ચૂકવ્યો તેને તેનો પૂરો પગાર

IPL 2026 : મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરે IPL 2026 દરમિયાન પોતાની ઈજા અને પગાર અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ન્યૂઝીલેન્ડના મર્યાદિત ઓવરના કેપ્ટન સેન્ટનરે કહ્યું કે, ટુર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દીધા બાદ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી તેમને વચન આપેલા પગારનો અડધો ભાગ જ મળવાથી તેઓ નિરાશ થયા છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં 4 જૂનથી શરૂ થનાર પ્રથમ ટેસ્ટ પહેલા ગ્રેડ ક્રિકેટર પોડકાસ્ટ પર વાતચીત દરમ્યાન સેંટનર IPL 2026 દરમ્યાન ઈજાગ્રસ્ત થતા અને ટૂર્નામેન્ટ છોડવાને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તાજેત્તરમાં સોશિયલ મીડિયા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેઓ ઈજાનું બહાનું બનાવી IPL છોડ્યું અને થોડા સમય બાદ ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ થઈ ગયા.
આ આરોપો પર જવાબ આપતા સેંટનરે સમગ્ર ઘટના જણાવી. તેઓએ કહ્યું કે, બીજા બાળકના જન્મના કારણે તેઓ મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ મેચ રમી શક્યા નહીં. તે બાદ સીધા ભારત પહોંચી તેઓએ દિલ્હી સામે મેચ રમી. જ્યાં તેમના જમણા ખભા પર ઈજા થઈ. થોડા સમય બાદ પરત આવતા તેમના ડાબા ખભા પર પણ ઈજા થઈ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેં મારું શરીર દાવ પર લગાવ્યું સેંટનર
સેંટનરે કહ્યું કે, મેં બે સ્પતાહમાં બંન્ને ખભા પર ઈજા સહન કરી. મને લાગે છે કે, ટીમ માટે પોતાનું શરીર દાંવ પર લગાવી રહ્યો છું. પરંતુ કદાચ એવું માનવામાં આવ્યું નથી. તેમને આગળ દાવો કર્યો કે, ઈજા બાદ મુંબઈ ઈન્ડિયન્સે તેમને 2 કરોડ રૂપિયાની ફીનો માત્ર અડધો ભાગ આપ્યો. સેંટનર અનુસાર તેમને આ વાત ન ગમી.
IPL 2026માં સેંટનરનું પ્રદર્શન
IPL 2026માં સેંટનરે મુંબઈ ઈન્ડિયન્સ માટે કુલ 4 મેચ રમી છે. આ દરમ્યાન તેઓએ પાંચ વિકેટ મેળવી હતી. તેમનું બોલિંગ એવરેજ 25 રહ્યું, જ્યારે ઈકોનોમી રેટ 8.92 રહ્યું, ત્યાં જ તેમને આ દરમ્યાન કુલ 26 રન પણ બનાવ્યા. 27 એપ્રિલના તેમને સત્તાવાર રીતે ટુર્નામેન્ટથી બહાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાન પર સાઉથ આફ્રિકાના અનુભવી સ્પિનર કેશવ મહારાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
ડોક્ટરોએ સેંટનરને આપી સલાહ
સેંટનરે એ પણ ખુલાસો કર્યો કે, ડોક્ટર્સ અનુસાર, તેમને લગભગ 8 સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહેવાનું હતું. પરંતુ તેઓએ આશા કરતા જલદી રિકવરી મેળવી. ન્યૂઝીલેન્ડના સ્પિનરે રમુજ અંદાજમાં કહ્યું કે, 8 સપ્તાહની ઈજાથી માત્ર ચાર સપ્તાહમાં સ્વસ્થ થઈ ગયા હવા મીડિયામાં સવાલોનો સામનો કરી રહ્યા છે.
MI એ સેંટનર સાથે કર્યું ખોટું ?
રસપ્રદ વાત એ છે કે, IPL ના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટ દરમ્યાન ઈજાગ્રસ્ત થાય છે, તો તેને નિલામી અથવા અનુબંધના સમયે નક્કી કરવામાં આવેલી રકમ આપવાની જોગવાઈ છે. એવામાં સેંટનરના દાવાએ કેટલાક સવાલો ઉભા કર્યા છે. બીસીસીઆઈએ એવા કોઈ નિયમો નથી બનાવ્યા, જેમાં સીઝન પૂરી થતા જ ખેલાડીને પૂરો પગાર મળી જાય. ઘણી વખત હપ્તામાં આવે છે. સંભવત: આ વાતની જાણકારી સેંટનરને નહીં હોય. હાલ મુંબઈ ઈન્ડિયન્સે સેંટનરના આરોપ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. ફ્રેન્ચાઈઝી તરફથી ચૂકવણી સંબંધીત કોઈ દાવા પર અને કોઈ ખેલાડી સાથે થયેલ વાતચીત પર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. એવામાં આ સમગ્ર મામલા પર સૌની નજર મુંબઈ ઈન્ડિયન્સના જવાબ પર ટકેલી છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં સત્તા પરિવર્તન: ડી.કે. શિવકુમારે નવા મુખ્યમંત્રી જ્યારે જી. પરમેશ્વરે Dycm તરીકે લીધા શપથ












