કોંગ્રેસે જાહેર કર્યા મોટા બુટલેગરોના નામ, એડ્રેસ અને દારૂ ઘુસાડવાનો સમય; જાણો કોણ છે આ ઇસમો

13 ડિસેમ્બર 2025 અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા રાજ્યભરમાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ લઈને રાજય સરકારને ઘેરવાના પ્રયાસ થઈ રહ્યા છે. વારંવાર ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સામે પક્ષે ગૃહમંત્રી દ્વારા પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ગઢ જઈને રેલીઓ સભાઓ કરવામાં આવી છે. આ ચર્ચાએ રાજ્યભરમાં જોર પકડયું છે. આપ નેતાઓ પણ આ રાજકીય યુદ્ધમાં કૂદી પડયા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ એક વખત દારૂ, ડ્રગ્સ, અસામાજિક પ્રવુતિઓને લઈને વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યની પાલનપુર સરહદથી દારૂ ઘુસાડનારા બુટલેગરોના નામ, એડ્રેસ, અને નામ આપવામાં આવ્યા છે.
પ્રદેશ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે રાત્રે સૂર્યનગરી ટ્રેન દ્વારા આબુરોડથી 15 પેટી ઇંગ્લિશ દારૂ પાલનપુર રેલ્વે સ્ટેશન આવે છે; આ દારૂ દરરોજ અલગ અલગ ટ્રેનમાં આવે છે. દારૂ લાવનારનું નામ
1) ચકો ઠાકોર
2) રણજીત મારવાડી (પુરી શાકની લારી રેલ્વે સ્ટેશન ચલાવે છે તે)
3) મનોજ સિંધી
આ ત્રણ વ્યક્તી દરરોજ માલ લાવે પાલનપુર સુધી અને અહીંથી દારૂ લઈ જવાય છે –
1.સાગર બાવરી મારફતે બાવરી ડેરામાં
2.છલિયો સલાટ મારફતે માનસરોવર ફાટક પાસે
3.શૈલેષ મોચી મારફતે ઢૂંઢિયાવાડી પાણીની ટાંકી પાસે
4.રવિ માલી, દીપક ઠાકોર, ખત્રી.. આ ત્રણ લોકો મહાજન હોસ્પિટલ પાસે પહોંચાડે છે.
કોંગ્રેસ પક્ષ વધુ વિગત આપતા જણાવે છે કે આ રીતે જેવો માલ આવે કે તરત જ બે,ત્રણ, બે ત્રણ, પેટી એક્ટિવા ઉપર લઈ જાય છે. રેલ્વે પોલીસના પૂરો સપોર્ટ વગર એક પણ બોટલ દારૂ આવે નહિ અને સીટી પોલીસના સપોર્ટ વિના એકપણ બોટલ દારૂ વેચી કે લઈ જઈ શકાય નહીં. ગામીત સાહેબની કૃપાથી કીર્તી માલીનો જુગાર ચાલુ થઈ ગયો છે. આ પ્રકારની માહિતી કોંગ્રેસ પક્ષ દ્વારા લોન્ચ કરવામાં આવેલ હેલ્પલાઇન પર પહોંચાડવામાં આવી છે.
View this post on Instagram












