ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: કોંગ્રેસે પાકિસ્તાનને આપી ક્લિનચીટઃ જાણો પહલગામમાં જેહાદી હુમલા વિશે ચિદમ્બરમે શું કહ્યું?

નવી દિલ્હી, 28 જુલાઈ, 2025ઃ Congress gave a clean chit to Pakistan પહેલગામમાં ઈસ્લામિક જેહાદી આતંકવાદી હુમલા jihadi attack in Pahalgam અંગે કોંગ્રેસે છેવટે પાકિસ્તાનને ક્લિનચીટ આપી દીધી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એક વિવાદિત નિવેદન આપીને પાકિસ્તાની જેહાદીઓને એક પ્રકારે ક્લિનચીટ આપી છે. જે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જવાબ આપ્યો હતો તેના ત્રણ મહિના બાદ હવે કોંગ્રેસને એમ લાગે છે કે જેહાદી હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નહોતો!

રાવણે લક્ષ્મણરેખા પાર કરી તો લંકા બળી ગઈ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા કિરેન રિજિજૂએ વિપક્ષને ચેતવણી આપી

ઓપરેશન સિંદૂર દરમિયાન આખો વિપક્ષ ભારત સરકાર અને ભારતીય સૈન્ય સાથે ખભેખભો મિલાવીને ઊભો રહ્યો હતો. પરંતુ યુદ્ધવિરામ બાદ વિપક્ષે આશંકાઓ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. હવે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ સરકાર પાસે જવાબ માંગી રહી છે. આજે સોમવાર, 28 જુલાઈએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે સરકારને એવો સવાલ પૂછ્યો છે જેની ટીકા કરતાં ભાજપે આરોપ લગાવ્યો છે કે આ પાકિસ્તાનને ક્લિનચીટ આપવા જેવું છે.

કોંગ્રેસના ચિદમ્બરમે એક ઇન્ટરવ્યૂમાં ઓપરેશન સિંદૂર અંગે કહ્યું, “બિલકુલ પારદર્શિતા નથી. દેશને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. ઓપરેશન સિંદૂરને અનેક સપ્તાહ થઈ ગયા છે, જેને વડાપ્રધાને કહ્યું હતું કે, ફક્ત રોકવામાં આવ્યું છે અને સમાપ્ત કરવામાં આવ્યું નથી. જો એવું હોય તો તે બાદ કયાં પગલાં લેવામાં આવ્યાં? શું મોદી સરકારે પહેલગામ જેવો બીજો હુમલો રોકવા માટે કોઈ પગલાં લીધાં છે? બીજું, આતંકવાદી હુમલાખોરો ક્યાં છે? તમે તેમને કેમ નથી પકડ્યા, અથવા તેમની ઓળખ પણ કેમ નથી કરી? હુમલાખોરોને આશ્રય આપનારા કેટલાક લોકોની ધરપકડના સમાચાર આવ્યા હતા. તેમનું શું થયું? ઘણા બધા સવાલો છે. સરકાર તેમને કેમ ટાળી રહી છે? વડાપ્રધાન કેમ નથી બોલતા?”

હવે ભાજપે આ નિવેદન પર ચિદમ્બરમ અને કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ ઇન્ટરવ્યૂની એક ક્લિપ પોસ્ટ કરતાં લખ્યું કે, “ફરી એકવાર, કોંગ્રેસ પાકિસ્તાનને ક્લિનચીટ આપવા માટે ઉતાવળી છે – આ વખતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ આવું કર્યું છે. એવું કેમ છે કે જ્યારે પણ આપણી સેના પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદનો સામનો કરે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભારતના વિપક્ષ કરતાં ઇસ્લામાબાદના વકીલો વધુ લાગે છે?”

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે ચિદમ્બરમે ખુલ્લેઆમ પાકિસ્તાનને ક્લિનચીટ આપી છે. તેમણે દાવો કર્યો કે ચિદમ્બરમે આવું નિવેદન એટલા માટે આપ્યું જેથી આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને ક્લિનચીટ મળી શકે.

આ પણ વાંચોઃED એ ફરી ગુગલ અને મેટાને હાજર રહેવા માટે સમન્સ મોકલ્યા, 21 જુલાઈએ તેમના પ્રતિનિધિઓ નહોતા રહ્યા હાજર

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button