કર્ણાટક બંધનું એલાન: વિરોધ કરી રહેલા કન્નડ સંગઠનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, દેખાવકારોની અટકાયત
દેશના બે રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણીની વહેંચણીને લઈને દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ છતાં તેનો ઉકેલ આવી શક્યો નથી. કેમ્પેગૌડા એરપોર્ટના પીઆરઓએ કહ્યું છે કે કર્ણાટકમાં બંધના એલાન વચ્ચે સાવચેતીના પગલા તરીકે 44 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

કાવેરી મુદ્દે તમિલનાડુને વધારાના પાણી આપવાના મુદ્દે કર્ણાટક બંધનું એલાન કરનારા કન્નડ સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. કસ્ટડીમાં લેવાતી વખતે તેણે પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ પણ કર્યું હતું.
આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ: ભારતનું શાનદાર પ્રદર્શન, શૂટિંગમાં પુરુષોની ટીમે ગોલ્ડ અને મહિલા ટીમે સિલ્વર જીત્યો
બેંગલુરુ રૂરલ એસપી મલ્લિકાર્જુન બલદંડીએ મીડિયા સાથે વાત કરી અને કાવેરી જળ વિવાદને પગલે કન્નડ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધ માટે પોલીસની તૈયારીઓ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, અમે આ સંદર્ભે તમામ યોગ્ય વ્યવસ્થા કરી છે, ખાસ કરીને અટ્ટીબેલે બોર્ડર પર કારણ કે તે બેંગલુરુ શહેરમાં વાહનો માટે પ્રવેશ સ્થળ છે. અમે લગભગ 200 અધિકારીઓને તૈનાત કર્યા છે. અગાઉ પણ આ મુદ્દે બે સંગઠનો બહાર આવીને વિરોધ કરી ચૂક્યા છે. અમે સાવચેતીના પગલા તરીકે લગભગ 50 લોકોની અટકાયત કરી છે.
કર્ણાટક પોલીસે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાવેરી જળ વિવાદ પર વિરોધ કરી રહેલા કન્નડ તરફી સંગઠનોના સભ્યોની અટકાયત કરી છે.












