નાગપુરના ગોધની વિસ્તારમાં ક્લોરીન ગેસ લીક, 40 લોકો હોસ્પિટલમાં દાખલ

Chlorine gas leak in Godhani: મહારાષ્ટ્રના નાગપુરમાં ક્લોરીન ગેસ લીક થવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ છે. ગોધની નગર પંચાયત વિસ્તારમાં પાણી શુદ્ધિકરણ પ્રોજેક્ટ દરમિયાન ક્લોરીન ગેસ લીક થતાં અનેક લોકોની તબિયત બગડી હતી. ગેસના સંપર્કમાં આવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સમસ્યાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પાણી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં કામ કરતા 8થી 10 કર્મચારીઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા 20થી 25 લોકો પણ ગેસની અસરથી બીમાર પડ્યા હતા. કુલ 35થી 40 લોકોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
4થી 5 લોકો ICUમાં દાખલ
ગેસ લીકની અસરથી હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી 4થી 5 લોકોને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય દર્દીઓની સામાન્ય વોર્ડમાં સારવાર ચાલી રહી છે. સારવાર બાદ 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
150 જેટલા ઘરો ખાલી કરાવાયા
ઘટના બાદ વહીવટીતંત્રે સાવચેતીના પગલાં લીધા છે. આસપાસના વિસ્તારમાંથી આશરે 125થી 150 પરિવારોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
NDRF સહિતની ટીમો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. NDRF, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC), આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
હાલ તંત્ર દ્વારા ગેસ લીકેજની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સારવાર તથા સુરક્ષા પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પહાડ પરથી પડેલા 3 લોકોના મોત મામલામાં નવો વળાંક, માએ બનાવ્યો હતો એક દિવસ પહેલા વીડિયો












