ટ્રેન્ડિંગવર્લ્ડ

ટેરિફ સામે ચીનનું કડક પગલું, અમેરિકી કંપનીઓ બ્લેકલિસ્ટ કરી ડ્રોન નિકાસ પર લગામ

china  : ચીને આજે (બુધવારે) અમેરિકા સામે શ્રેણીબદ્ધ જવાબી આર્થિક પગલાં લીધા છે. ચીને અમેરિકાની 6 કંપનીઓને પ્રતિબંધિત બ્લેકલિસ્ટમાં મૂકી દીધી છે. આ સાથે જ, અમેરિકા મોકલવામાં આવતા ડ્રોનની નિકાસ (એક્સપોર્ટ) પરના નિયમો વધુ કડક કરી દીધા છે. આ પગલું અમેરિકા દ્વારા ફરજિયાત મજૂરી (ફોર્સ્ડ લેબર) અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નવા વેપાર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે.

“અયોગ્ય” વેપાર ખાધને સરખી કરવા લીધું પગલું

આ જવાબી પગલાં ત્યારે લેવામાં આવ્યા જ્યારે અમેરિકાએ ચીન અને ૫૦થી વધુ અન્ય દેશો પર નવા ટેરિફ (જકાત) લાદ્યા હતા. આ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બિઝનેસ પોલિસીનો એક ભાગ હતો. ચીને દલીલ કરી હતી કે અમેરિકા સાથેની “અયોગ્ય” વેપાર ખાધને સુધારવા અને તેને સમતોલ કરવા માટે આ પ્રકારના પગલાં ભરવા જરૂરી હતા.

ચીનના ન્યાયી હકોને પહોંચી રહ્યું છે નુકસાન

આ પગલાં પર બોલતા ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકાના આ પગલાંથી “ચીનના ન્યાયી હિતો અને અધિકારોને ગંભીર નુકસાન પહોંચે છે.”

ટેકનોલોજી ટ્રાન્સફર પર કંટ્રોલ કરી શકે છે ચીન

ચીની પ્રવક્તાએ આગળ કહ્યું, “ના જવાબમાં ચીન માત્ર જરૂરી જવાબી પગલાં જ ઉઠાવી શકે છે, જેમાં અમેરિકાને ડ્રોન અને તેના મહત્વપૂર્ણ પાર્ટ્સ તથા ટેકનોલોજીના એક્સપોર્ટ (નિકાસ) પર કંટ્રોલ મજબૂત કરવાનો સમાવેશ થાય છે.”

 

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

અમેરિકાની 6 કંપનીઓ પર ચીને મૂક્યો બેન

ચીને 6 અમેરિકી કંપનીઓ પર પણ બેન મૂકી દીધો છે, જેમાં જીઓસાયન્સ રિસર્ચ કંપની ‘સ્ટ્રેટમ રિઝર્વોયર’ (Stratum Reservoir) અને બાયોટેકનોલોજી ફર્મ ‘એપ્લાઇડ ડીએનએ સાયન્સ’ (Applied DNA Sciences) પણ સામેલ છે. આ પ્રતિબંધો હેઠળ ચીની નાગરિકો અને સંગઠનોને આ કંપનીઓ સાથે લેવડ-દેવડ, સહયોગ કે અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી રોકી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અમેરિકાએ જુલાઈમાં 60 દેશોને ટેરિફનો ઝટકો આપ્યો હતો, જેમાં ભારત પર પણ 10 ટકાનો એડિશનલ ટેક્સ (વધારાનો કર) લાદવામાં આવ્યો હતો.

ઉઇગરનો મુદ્દો ઉઠાવવો પણ ચીનને ખૂંચ્યો

ચીની વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે બ્લેકલિસ્ટ કરાયેલી આ ૬ કંપનીઓએ શિનજિયાંગ સાથે જોડાયેલા અમેરિકાના ગેરકાયદેસર પ્રતિબંધોમાં મદદ અને સપોર્ટ કર્યો છે; તેમના કામનું સ્વરૂપ ખૂબ જ ગંભીર છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર (UN) અગાઉ પણ કેટલીય વાર શિનજિયાંગમાં મુસ્લિમ ઉઇગર અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ માનવતા સામેના સંભવિત અપરાધોનો મુદ્દો ઉઠાવી ચૂક્યું છે, પરંતુ બેઇજિંગે આ આક્ષેપોને વારંવાર ફગાવી દીધા છે.

આ પણ વાંચો:‘સામાજિક કલંક’ ભૂંસવા પિતા રાક્ષસ બન્યો, 4 મહિનાની ગર્ભવતી દીકરીની કરી નિર્મમ હત્યા, પુરાવા માટે ફોટો-વીડિયો પણ બનાવ્યા

આ પણ વાંચો:સુરતમાં ભાજપ નેતાઓએ શિસ્તના ધજાગરા ઉડાડ્યા! MLAની ઑફિસમાં ટીપી કમિટી ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઝપાઝપી

Back to top button