ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ, શું છે તેની વિશેષતા?

ગાંધીનગર, 02 જુલાઈ 2025: રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલ, અન્ય મહાનુભાવો તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આ કેન્દ્રની સુવિધાઓનો નિરીક્ષણ કરતાં જણાવ્યું કે, આ કેન્દ્ર રાજયભરના નાગરિકો માટે આરોગ્યસંભાળની સેવાઓ, યોજનાઓ અને વિવિધ કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા તથા મૂલ્યાંકન માટે વન સ્ટોપ સેન્ટર તરીકે કામ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આરોગ્યલક્ષી યોજનાઓના લાભો 100 ટકા સેચ્યુરેશન સુધી પહોંચાડવામાં આ કેન્દ્ર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

CMનો ટી.બી.ના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ટી.બી.ના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ પણ સાધ્યો હતો. તેમણે દર્દીઓને મળતી સારવાર અને આરોગ્યસેવાઓ અંગે વિગતો મેળવી અને સરકારના પ્રયાસોની અસરકારકતા અંગે સમીક્ષા કરી હતી.

કામગીરીની પ્રશંસા

CMએ આરોગ્ય વિભાગની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે, લોકો સુધી સરળતાથી આરોગ્ય સેવાઓ પહોંચે અને દરેક નાગરિક આરોગ્યલક્ષી યોજનાઓનો સંપૂર્ણ લાભ મેળવી શકે, એ દિશામાં આ કેન્દ્ર એક સક્રિય ભૂમિકા ભજવશે.

આ સુવિધાસભર કેન્દ્રના કાર્યાન્વયનથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રે વધુ સમગ્રતા અને કાર્યક્ષમતા પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સચિવાલયમાં પ્લાસ્ટિક બોટલમાં પાણીના ઉપયોગને સ્થાને હવે કાચની બોટલમાં મળશે “સખી નીર”

Back to top button