વસ્તી વધારો નહીં પણ બદલાતી ડેમોગ્રાફી લોકશાહી માટે જોખમીઃ પ્રફુલ્લ કેતકર

અમદાવાદ, 30 એપ્રિલ, 2025: Changing demography વસ્તી વધારો નહીં પણ બદલાતી ડેમોગ્રાફી લોકશાહી માટે જોખમી છે. બદલાતી ડેમોગ્રાફી ચૂંટણીનાં પરિણામો ઉપર તો અસર કરે જ છે, સાથે દેશની સલામતી માટે પણ એ જોખમી છે તેમ વરિષ્ઠ તંત્રી અને વિચારક પ્રફુલ્લ કેતકર જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દરેક બાબતો સરકાર ઉપર છોડી દેવી એ યોગ્ય નથી. દેશના નાગરિકો, ખાસ કરીને શિક્ષિત મધ્યમ વર્ગ જે સૌથી વધુ પ્રમાણમાં હોય છે તે તેના વિચાર, વર્તન અને કામગીરી દ્વારા સરકારની નીતિઓ ઉપર પ્રભાવ પાડે છે. શ્રી કેતકર ગઈકાલે મંગળવારે શહેરમાં આયોજિત એક વિચાર ગોષ્ઠીમાં બોલી રહ્યા હતા.
ભારતીય વિચાર મંચ, કર્ણાવતી દ્વારા “Demography, Democracy and Destiny” વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન મંગળવારને 29 એપ્રિલે કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્ગેનાઈઝર સામયિકના સંપાદક શ્રી પ્રફુલ્લ કેતકર દ્વારા ડેમોગ્રાફી બદલાવવાના કારણે વર્તમાન સમયમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહેલી અસર, તેમજ ભવિષ્યમાં લોકશાહી પર થનાર સંભવિત અસર પર પ્રકાશ પાડ્યો હતો. આ સંદર્ભમાં તેમણે વૈશ્વિક ચૂંટણી વર્ષ 2024નો દાખલો આપ્યો, આ ચૂંટણીનાં પરિણામો ઉપર ડેમોગ્રાફી બદલાવવાના કારણે થયેલી અસરોની તેમણે સૂક્ષ્મ છણાવટ કરી હતી. આ ઉપરાંત ભારતનો વસ્તી વધારો ખરેખરમાં બોજારૂપ છે કે નહીં, સરહદી વિસ્તારમાં અસંતુલિત રીતે બદલાઈ રહેલા ડેમોગ્રાફી, તેમજ આધુનિકતાની ખોખલી વ્યાખ્યા જેવા મુદ્દા ઉદાહરણ-સહ સમજાવ્યા હતા.

દેશમાં આયુષ્ય મર્યાદા, સુવિધાઓ, તેમજ વૃદ્ધિ અને શિક્ષણ દર વર્ષ 1970 પછીથી સુધરી રહ્યો હતો, તો પછી અચાનક વર્ષ 1970 પછી વસ્તી બોજારૂપ population growth કેવી રીતે લાગવા લાગી? અને વસ્તી વધારો આશીર્વાદરૂપ છે કે બોજારૂપ તેની ચર્ચા ક્યાંથી શરૂ થઈ, જેવા ઓછા ચર્ચાતા મુદ્દા સાથે શ્રી કેતકરે સંબોધનની શરૂઆત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વાસ્તવમાં એ સમયે અમેરિકામાં એક એવી વિચારધારા અમલમાં મૂકાઈ હતી જેમાં દુનિયાની વસ્તી નિયંત્રણમાં રહે તો જ અમેરિકા મજબૂત અને સુખી રહે એવું ફેલાવવામાં આવ્યું હતું. અપ્રત્યક્ષ સ્વરૂપે અમેરિકાની એ નીતિ આજે પણ અમલમાં હોવાનો તેમણે ઈશારો કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું, 2024નું વર્ષ વૈશ્વિક ચૂંટણી વર્ષ રહ્યું જેમાં 64 દેશ અને લોકશાહીમાં માનતી વિશ્વની કુલ 49% વસ્તીએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં બ્રિટનની ચૂંટણીનું વિશ્લેષણ કરતાં ઘટસ્ફોટ થયો કે, ડેમોગ્રાફી બદલાવવાના કારણે ઈલેક્શનનો નિર્ણાયક મુદ્દો બ્રિટનના વિકાસના બદલે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કયો રાજકીય પક્ષ કોની સાથે ઊભો છે- તે રહ્યો. જેમાં પ્રો-પેલેસ્ટાઈન નેતાઓ અને પક્ષ ચૂંટાયો અને લાંબા સમય બાદ બ્રિટનમાં ફરી લેબર પક્ષની સરકાર બની. ત્યારબાદ તેમણે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે ત્યાં મુસ્લિમ વસ્તી 27% હતી અને સામાન્ય રીતે ત્યાં ચૂંટણી સમયે બંગાળી અસ્મિતા અને આઉટસાઈડર જેવા મુદ્દા ચર્ચાતા હોય છે, પરંતુ મુસ્લિમ વસ્તી 66% થતાં છેલ્લા ઇલેક્શનમાં કોંગ્રેસના અધિરરંજન ચૌધરીના બદલે ગુજરાતથી ત્યાં ચૂંટણી લડવા ગયેલા અને મમતાના પક્ષ ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણ ચૂંટાયા. પ્રફુલ્લ કેતકરે સવાલ કર્યો કે, ડેમોગ્રાફી જો લોકશાહીને અસર કરી રહી છે તો આપણે જનસંખ્યાને કેવી રીતે જોવી, એ નક્કી કરવાનો સમય આવી ગયો છે.
- વર્ષ 1970 પછી આયુષ્ય મર્યાદા, સુવિધાઓ, વૃદ્ધિ અને શિક્ષણ દર વધી રહ્યો હતો, તો પછી અચાનક વસ્તી બોજારૂપ છે, તેવી ચર્ચા કેમ થવા લાગી: પ્રફુલ્લ કેતકર
- જાપાન, ચાઇના જેવા દેશો વસ્તી વધારાના પક્ષમાં પોલીસી બનાવી રહ્યા છે.
- ભારતની સૌથી મોટી તાકાત માત્ર 45% યુવા વર્ગ નહીં પરંતુ 65% શ્રમિક વર્ગ છે.: પ્રફુલ કેતકર
- ભારત અધિક ખાદ્ય ઉત્પાદન સાથે ખાદ્ય એક્ષ્પોર્ટ કરતો દેશ છે.
- ભારત એકમાત્ર દેશ છે, જ્યાં બીજા નંબરની સૌથી મોટી વસ્તી વાર્ષિક 30%નાં વૃદ્ધિ દરે વધે છે: South Asia State of Minorities Reports
- યુરોપમાં કામના કરવાની વૃત્તિના કારણે બીજા દેશમાંથી લોકો ને બોલાવવા પડે છે, જેના કારણે ડેમોગ્રાફી બદલાવવાની અસરના પરિણામો જોવા મળી રહ્યા છે.
- દેશના સરહદી રાજ્યોની ડેમોગ્રાફી અસ્વાભાવિક રીતે બદલાઈ રહી છે, જેમાં ઉત્તરાખંડમાં મુસ્લિમ સરેરાશ વૃદ્ધિ દર 20-25% થી વધી રહી છે, જે
ભારતની તાકાત માત્ર 45% યુવા વર્ગ નહીં પરંતુ 65% શ્રમિક વર્ગ છે, જે ઉત્પાદનમાં ફાળો આપે છે, તો પછી એ વસ્તી બોજરૂપ કેવી રીતે હોઈ શકે? એવા પ્રશ્ન સાથે તેમણે ક્વોલીટેટીવ અને કવોન્ટીટેટીવ વસ્તી વિસ્તારપૂર્વક સમજાવી હતી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, શહેરમાં રહેવાની ઘેલછા વધી છે અને ગામડામાં રહેવું પછાતપણાની નિશાની સમજવામાં આવે છે, જેના કારણે શહેરોમાં વસ્તી ગીચતા વધી રહી છે અને વિકાસની પરિભાષાનો નેરેટિવ બદલી રહ્યો છે. તેમજ દેશમાં હિન્દુઓનો જન્મ દર 1.8% છે અને એથી આગળ શિક્ષિત મધ્યમવર્ગીય હિન્દુઓના ત્યાં જન્મ દર 1.4% છે જે ચિંતાનો વિષય છે.
સરહદી વિસ્તારમાં ઝડપથી બદલાઈ રહેલી ડેમોગ્રાફીની વાત કરતા શ્રી કેતકરો જણાવ્યું કે, ઉત્તરાખંડમાં મુસ્લિમનો સરેરાશ વૃદ્ધિ દર કરતા 20-25% થી વધી રહી છે, જે એક ચિંતાનો વિષય છે. આ ઉપરાંત અન્ય સરહદી વિસ્તારોમાં પણ ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે.
“ભારતીય વિચાર મંચ” દ્વારા છેલ્લા 34 વર્ષથી નાગરિકોને અસર કરતા પ્રાદેશિક, સામાજિકથી લઈને વૈશ્વિક વિષયો અંગે જાગૃતિ અને સાચી માહિતી પહોંચાડવાના ઉદ્દેશ સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ જેલમાં 6 મહિનાથી બંધ ISKCON પૂજારી ચિન્મય દાસને મળ્યા જામીન
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












