Explainer: ભારત માટે વસતી કેમ બની રહી છે મોટો પડકાર? જાણો ગંભીર અસરો

India Population: આપણને ઘણીવાર વિચાર આવે છે કે ભારત દેશમાં સૌથી વધારે અને સૌથી મોટી સમસ્યા કઈ છે. આરોગ્ય, શિક્ષણ કે પછી બેરોજગારી. જો કે આ સવાલનો જવાબ આ ત્રણમાંથી એકપણ નથી. હવે તમને એમ થતું હશે કે આ ત્રણેય સમસ્યામાંથી એક પણ સમસ્યા મોટી નથી તો કઈ સમસ્યા મોટી છે? તો આ સવાલનો જવાબ ભારતની વસતી છે. જાણો ભારતમાં છેલ્લા દાયકાઓમાં વસતીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વધતી વસતી સાથે અનેક સમસ્યાનો પણ જન્મ લઈ રહી છે. જાણો વધતી વસતીથી દેશને શું નુકસાન અને ક્યાં ક્યાં પડકાર છે?
ભારત હાલ વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં મોખરે છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અંદાજ મુજબ 2026માં ભારતની જનસંખ્યા આશરે 148 કરોડ (1.48 અબજ) સુધી પહોંચી ગઈ છે. ભારતે વર્ષ 2023માં ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો હતો. જનસંખ્યા વધવી માત્ર આંકડાનો વિષય નથી. તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને કુદરતી સંસાધનો પર પડે છે. હવે સવાલ એ છે કે ભારત માટે વધતી જનસંખ્યા આશીર્વાદ સાબિત થશે કે મોટો પડકાર?
હાલમાં ભારતની સ્થિતિ શું છે?
વિશ્વના કુલ ભૂભાગ (Total Land Area)માં ભારતનો હિસ્સો માત્ર 2.4 ટકા છે, પરંતુ વિશ્વની લગભગ 18 ટકા જેટલી વસતી ભારતમાં રહે છે. આ કારણે જમીન, પાણી અને અન્ય સંસાધનો પર ભારે કટોકટીનું સંકટ ઉભુ થયું છે. ભારતની જનસંખ્યા વર્ષ 1951માં આશરે 36 કરોડ હતી, જે આજે વધીને 148 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં જન્મદર ઘટતા જનસંખ્યા વૃદ્ધિનો દર ધીમો પડ્યો છે.
પ્રોફેસર સેન્ડર્સ માને છે કે વિશ્વની વસતી દર વર્ષે એક ટકાના દરે વધી રહી છે, અને જો આ વૃદ્ધિ દર ચાલુ રહેશે, તો એક દિવસ આ પૃથ્વી પર રહેવાની તો છોડો પણ ઉભા રહેવાની પણ કોઈ જગ્યા નહીં રહે. સો વર્ષ પહેલાં આ પૃથ્વી પર રહેતા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. એશિયન દેશોમાં, ચીન અને ભારતમાં સૌથી ઝડપી વસ્તી વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં દર વર્ષે અંદાજે એક કરોડ નવા બાળકો જન્મે છે. મૃત્યુ દર ઘટ્યો છે, સરેરાશ આયુષ્ય વધ્યું છે, પરંતુ જન્મ દર ઘટતો નથી. પરિણામે, દર વર્ષે દસ મિલિયન નવા લોકો માટે ખોરાક, પાણી તેમજ રહેઠાણની વ્યવસ્થા કરવી પડે છે.

ભારતની વધતી વસતી ન માત્ર નાગરિકોને નુકસાન પહોંચાડે છે, પરંતુ દેશની પ્રગતિ અને વિકાસની ગતિને પણ અસર કરે છે. આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને સરકારી યોજનાઓ દર વર્ષે અનાજનો જથ્થો વધારી રહી છે, નવી શાળાઓ બનાવવામાં આવી રહી છે, અને બીમાર લોકોની સારવાર થઈ શકતી નથી. બસોમાં એટલી ભીડ છે કે આપણે કલાકો સુધી રાહ જોવી પડે છે અને સમયસર આપણી ઓફિસો પહોંચી શકતા નથી, અથવા ધક્કામુક્કી કરીને ભીડમાં ચડવું પડે છે. સરકારના તમામ પ્રયાસો, તેની બધી યોજનાઓ અને તેઓ જે લાભો પૂરા પાડે છે તે સમુદ્રમાં માત્ર એક ટીપું સાબિત થઈ રહ્યા છે. દેશની સમૃદ્ધિ, આર્થિક પ્રગતિ અને વિકાસ વસતીના રાક્ષસે ગળી ગયા છે. આ પરિસ્થિતિ પંડિત નેહરુના શબ્દો યાદ કરાવે છે કે, ‘જો વસતી વધતી રહેશે, તો પંચવર્ષીય યોજનાઓ અર્થહીન છે. જ્યાં સુધી વસતીને નિયત્રણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી દેશના વિકાસના પ્રયાસો કોઈ કામના રહેશે નહીં.’

ભારતમાં વસતી વૃદ્ધિના ઘણા કારણો છે. ભૌમિતિક ગુણાકાર પદ્ધતિ અનુસાર વસતી વધે છે, જેમકે, 2 × 2 = 4, 4 × 4 = 16, 16 × 16 = 256. આ એક કુદરતી નિયમ છે અને તેને કોઈ નિયંત્રિત કરી શકતું નથી. બીજું કારણ એ છે કે તબીબી વિજ્ઞાનમાં ઘણા ખરા સંસોધન થયા છે જેમાં એવી દવાઓ અને શસ્ત્રક્રિયાની પ્રક્રિયાઓ શોધી કાઢી છે કે જેના કારણે મૃત્યુ દર ઘટ્યો છે અને લોકોનું આયુષ્ય વધ્યું છે. આનાથી વસતી વધી છે, આ એક સારી બાબત છે જેને અવગણી ન શકાય.
વધતી જનસંખ્યાના મુખ્ય પડકારો
1. સંસાધનોની અછત
ભારતમાં હજુ પણ વસતીનો એક મોટો ભાગ સંસાધનોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે તેમની પાસે મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. આ સ્થિતિમાં, વધતી વસ્તી ચિંતાનું કારણ છે. આ સંસાધનોની અછતને વધુ વધારશે, જેનાથી દેશમાં ગરીબી, ભૂખમરો અને બેરોજગારીને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જશે.
2. શહેરો પર વધતું દબાણ
આપણે સતત ઘણા રાજ્યોમાં ગામડાઓ ખાલી થતા જોઈ રહ્યા છીએ, અને લોકો રોજગારની શોધમાં પલાયન (સ્થાળાંતર) કરીને શહેરોમાં જઈ રહ્યા છે. શહેરો હવે તેની મહત્તમ મર્યાદા સુધી વિસ્તરીને આગળ વધી ગયા છે, પરંતુ વસતીની વૃદ્ધિ સતત ચાલુ છે. દરરોજ સેંકડો નવા લોકો શહેરોમાં આવે છે. પરિણામે, શહેરો પણ નોંધપાત્ર વસતીના દબાણનો સામનો કરી રહ્યા છે, જેમાં ટ્રાફિક ભીડથી લઈને બસો અને ટ્રેનોમાં ભીડભાડનો સમાવેશ થાય છે. જો તમે મેટ્રો, બસ, ફ્લાઇટ અથવા ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમને આ ભીડનો અનુભવ થઈ શકે છે.
3. આરોગ્ય વ્યવસ્થા સામે પડકાર
દેશની વધતી વસતી આરોગ્યસંભાળ સુવિધાઓ પર નોંધપાત્ર અસર કરે છે. આપણે આ COVID-19ની મહામારી દરમિયાન અસર જોઈ હતી, જ્યારે હોસ્પિટલમાં બેડ શોધવામાં પણ હાલાકી પડી રહી હતી. આ મહામારીએ સમગ્ર આરોગ્યસંભાળ વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી. આનો અર્થ એ થયો કે હોસ્પિટલોની સંખ્યા વસ્તી કરતા ઘણી ઓછી છે. પરિણામે, દેશની વધતી જતી વસ્તી આરોગ્યસંભાળ વ્યવસ્થા માટે એક મોટો પડકાર ઉભો કરે છે.
4. કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા
વસતી વિસ્ફોટ શિક્ષણના અધિકારને પણ અસર કરે છે. જ્યારે ગ્રામીણ શાળાઓ ખાલી છે, ત્યારે શહેરી શાળાઓ હકડેઠઠ છે. આર્થિક રીતે અનામત (EWS) ક્વોટા હેઠળની બેઠકો માટે પડાપડી બોલી રહી છે. માત્ર થોડી બેઠકો માટે હજારો અરજીઓ મળી રહી છે, જેના કારણે ગરીબ બાળકો માટે સારી શાળાઓમાં પ્રવેશ મેળવવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. આનો અર્થ એ થયો કે દેશની વધતી જતી વસતીએ શિક્ષણ વ્યવસ્થા પર પણ ઊંડી અસર કરી છે.
5. સતત વધતી બેરોજગારી
દેશમાં બેરોજગારી પણ સતત વધી રહી છે. ખાનગીકરણે સરકારી નોકરીઓને લગભગ નાબૂદ કરી દીધી છે. ભરતી હવે ફક્ત થોડા વિભાગોમાં જ ખુલ્લી છે, જેમાં સેના અને અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, જેના માટે લાખો અરજીઓ મળે છે. પરિસ્થિતિ એવી છે કે સ્નાતકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ પટાવાળાના પદ માટે અરજી કરી રહ્યા છે. મહામારી પહેલા, અહેવાલો દર્શાવે છે કે છેલ્લા 45 વર્ષમાં ભારતનો બેરોજગારીનો રેકોર્ડ તૂટી ગયો હતો. આનો અર્થ એ છે કે દેશની વધતી વસ્તીનો સૌથી મોટો ભોગ યુવાનો બની રહ્યા છે. જો વસતી આ દરે વધતી રહેશે, તો બેરોજગારીનો દર કલ્પના પણ નહીં કરી હોય તે સ્થાને પહોંચી જશે.
6. પરસ્પર દુશ્મનાવટ અને હિંસાનો ભય
જ્યારે પણ કોઈ દેશની વસતી ઝડપથી વધે છે અને લોકોને ઉપલબ્ધ સંસાધનોમાં ભારે અસમાનતા હોય છે, ત્યારે તેના પરિણામો ભયંકર હોય છે. આ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યું છે, જ્યાં લોકો સંસાધનોના અભાવે એકબીજાને મારી નાખવા માટે પણ તૈયાર હોય છે. આપણે યમન, સીરિયા, લિબિયા અને સુદાન જેવા દેશોમાં આ પરિસ્થિતિ જોઈ છે, જ્યાં વધતી વસતી અને સંસાધનોના અભાવે વ્યાપક હિંસા થઈ છે.
7. દેશમાં સતત વધતો ભૂખમરો
આંકડાકીય રીતે કહીએ તો, ભારતની વસતી વૃદ્ધિ ખૂબ જ ચિંતાજનક લાગે છે. ભારત એવો દેશ છે જ્યાં દરરોજ સૌથી વધુ લોકો ખોરાક લીધા વગર જ સૂઈ જાય છે. આનો અર્થ એ છે કે ભૂખમરો ખૂબ જ વધારે છે. સયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલ મુજબ, ભારતની લગભગ અડધી વસતીમાં માટે ખાદ્ય સુરક્ષાનો અભાવ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ શરમજનક છે. વિશ્વભરના 123 દેશોમાં ભારત 102મા ક્રમે છે. ભૂખ સૂચકાંકમાં ભારતની સ્થિતિ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં પણ ખરાબ છે. આનો અર્થ એ છે કે વધતી વસતી દેશને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે અને અસંખ્ય કટોકટીઓ તરફ દોરી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વસતી વૃદ્ધિના કારણો
દેશમાં જન્મ દર મૃત્યુ દર કરતાં વધી ગયો છે. આપણે સફળતાપૂર્વક મૃત્યુ દર ઘટાડ્યો છે, પરંતુ જન્મ દર સાથે તે થઈ શકે તેમ નથી. આપણે વિવિધ વસતી નીતિઓ અને અન્ય પગલાંથી પ્રજનન દરમાં ઘટાડો તો કર્યો છે, પરંતુ તે અન્ય દેશો કરતા હજુ પણ નોંધપાત્ર રીતે વધારે છે. આ બે કારણો વિવિધ સામાજિક મુદ્દાઓ સાથે સંકળાયેલા છે જે દેશના વસતી વૃદ્ધિમાં ફાળો આપી રહ્યા છે.
વહેલા અને સર્વવ્યાપક (સર્વસામાન્ય) લગ્ન પ્રથા
સામાન્ય રીતે ભારતમં યુવતીઓ માટે કાયદાકીય રીતે લગ્નની ઉંમર 18 વર્ષ છે તેમ છતાં દેશમાં હજુ પણ અનેક સ્થાને બાળલગ્ન થઈ રહ્યા છે. અહીં વહેલા લગ્નનો ખ્યાલ પ્રચલિત છે, અને વહેલા લગ્નથી ગર્ભાવસ્થાની શક્યતા પણ વધે છે. વધુમાં, ભારતમાં લગ્નને એક પવિત્ર ફરજ અને સાર્વત્રિક પ્રથા માનવામાં આવે છે, જ્યાં લગભગ બધી સ્ત્રીઓ પ્રજનન વય સુધી પહોંચતાની સાથે જ લગ્ન કરે છે.
ગરીબી અને નિરક્ષરતા
ઝડપી વસતી વૃદ્ધિનું બીજું કારણ ગરીબી છે. ગરીબ પરિવારોમાં એવી માન્યતા છે કે પરિવારમાં જેટલા વધુ સભ્યો હશે, તેટલા વધુ કમાનારા હશે. કેટલાક લોકો માને છે કે વૃદ્ધાવસ્થામાં સંભાળ પૂરી પાડવા માટે બાળકો પેદા કરવા પણ જરૂરી છે. દેશમાં વિચિત્ર લાગે તેવી વાત છે કે, આપણે હજુ પણ ગર્ભનિરોધક અને જન્મ નિયંત્રણ પદ્ધતિઓના ઉપયોગમાં પાછળ છે. ઘણા લોકો તેમની ચર્ચા કરવામાં પણ અચકાતા હોય છે અથવા તેમનાથી સંપૂર્ણપણે અજાણ હોય છે. વસતી વૃદ્ધિનું બીજું કારણ નિરક્ષરતા છે.
ભવિષ્યમાં પરિસ્થિતિ શું હશે?
એવો અંદાજ છે કે ભવિષ્યમાં પણ આ વસતી વિસ્ફોટ ચાલુ રહેશે. અમેરિકન થિંક ટેન્ક, પ્યુ રિસર્ચ સેન્ટરનો અંદાજ છે કે 2100 સુધીમાં, ચીનની વસતી ઘટીને માત્ર 76 કરોડ થઈ જશે, જ્યારે ભારત હજુ પણ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે. વસતીનો અભ્યાસ કરનારા બ્રિટિશ એક્સપર્ટ થોમસ માલ્થસે 1797ની શરૂઆતમાં જ વિશ્વની વધતી વસતી વિશે ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘આપણી પૃથ્વીની એક લિમિટ છે, જો આપણે આ લિમિટને ઓળંગી જઈશું, તો પૃથ્વીનો નાશ થઈ શકે છે. જેમ જેમ વસતી વધતી જશે, યુદ્ધો વધશે, ભૂખમરો વધતો રહેશે, જેના કારણે વ્યાપક હિંસા અને સમગ્ર વિશ્વનો વિનાશ થશે.’












