અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં

- સવારની આરતી 7:00થી 7:30 વાગ્યા સુધી રહેશે
- તમામ ભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લેવા વિનંતી
- સાંજની આરતી 7:00થી 7:30 વાગ્યા દરમિયાન રહેશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને થવાથી યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
સવારની આરતી 7:00થી 7:30 વાગ્યા સુધી રહેશે
દેવસ્થાન ટ્રસ્ટના નવા સમયપત્રક મુજબ, સવારની આરતી 7:00થી 7:30 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ દર્શન સવારે 7:30થી 10:45 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યાર બાદ બપોરે 12:30થી 1:00 વાગ્યા સુધી રાજભોગ આરતી થશે. તેમજ બપોરના દર્શન 1:00થી 4:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.
તમામ ભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લેવા વિનંતી
સાંજની આરતી 7:00થી 7:30 વાગ્યા દરમિયાન રહેશે. અને રાત્રિ 7:30થી 9:00 વાગ્યા સુધી યાત્રાળુઓ દર્શન કરી શકાશે. આ નવો સમય વૈશાખ સુદ-3 (30 એપ્રિલ 2025)થી અષાઢ સુદ-1 (26 જૂન 2025) સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, કે આ સમયગાળા દરમિયાન માતાજીનો અન્નકુટ બંધ રહેશે. ટ્રસ્ટે તમામ ભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લેવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના પેન્શનરોના ફાયદા માટે રાજ્ય સરકારે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય












