ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3: ચંદ્ર પર સવાર તો પડી ગઈ, હવે વિક્રમ-પ્રજ્ઞાન ક્યારે જાગશે?

  • ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને ચંદ્ર પર રાત થતાં તેમને ઉઘાડી દેવામાં આવ્યા હતા, ત્યારે હવે ચંદ્ર પર દિવસ થતાં વિક્રમ-પ્રજ્ઞામ ક્યારે જાગશે તેને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ચાલો અમે તમારા પ્રશ્નોના જવાબ આપીએ.

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર જ્યારે સૂઈ ગયા હતા ત્યારે તેમના કેટલાક સર્કિટને જાગતા રાખવામાં આવ્યા હતા, જેથી તેઓ ચંદ્ર પર સવાર થાય ત્યારે ઈસરો દ્વારા મોકલવામાં આવેલ સંદેશો પ્રાપ્ત કરી શકે. અત્યારે ચંદ્ર પર સવાર તો થઈ ગઈ છે પરંતુ ઈસરોના અનેક પ્રયત્નો કર્યા પછી પણ વિક્રમ કે પ્રજ્ઞાન તરફથી કોઈ જ જવાબ નથી મળ્યો.

ઈસરોના વડા ડો.એસ.સોમનાથે જણાવ્યું છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને એવી ટેક્નોલોજી સાથે મોકલવામાં આવ્યું છે કે જેવો સૂર્યપ્રકાશ સંપૂર્ણેપણે મળશે ત્યારે તે આપ મેળે ઉર્જા મેળવી લેશે એને આપોઆપ જાગી જશે. એટલે કે તે આપોઆપ સક્રિય થઈ જશે. આપણે અત્યારે અહીંથી તેમના પર નજર રાખવાની છે.

ગમે ત્યારે વિક્રમ-પ્રજ્ઞાન તરફથી સારા સમાચાર આવી શકે છે..

હવેના દિવસોમાં કોઈપણ દિવસે વિક્રમ અને પ્રજ્ઞાન તરફથી ઈસરોને સારા સમાચાર મળી શકે છે. સૂર્યાસ્ત પહેલા એટલે કે શિવ શક્તિ પોઈન્ટ પર ફરીથી અંધારું થાય તે પહેલા સારા સમાચાર આવી શકે છે. અગાઉ અમદાવાદમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું હતું કે ઈસરો 23 સપ્ટેમ્બરે ચંદ્રયાન-3 એટલે કે લેન્ડર-રોવરને જગાડવાનો પ્રયાસ કરશે. હાલમાં લેન્ડર-રોવર નિષ્ક્રિય છે. જ્યાં સુધી ત્યાંથી કોઈ જવાબ નહીં મળે ત્યાં સુધી આ પ્રયાસ ચાલુ રહેશે. પરંતુ આજે પણ ઈસરો દ્વારા કોઈ અપડેટ આવી નથી, લેન્ડલ-રોવરને જગાડવાના પ્રયાસ ઈસરો તરફથી સતત ચાલુ જ છે.

ચંદ્રયાન-3માંથી ઘણા ઈનપુટ મળ્યા છે, જેની ઈસરોના વૈજ્ઞાનિકો ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. છેલ્લા દસ દિવસના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન પ્રજ્ઞાન રોવરે 105 મીટરની મુવમેન્ટ કરી છે. તે સમયે ચંદ્રના દક્ષિણી ધ્રુવીય ક્ષેત્રમાં તાપમાન માઈનસ 120 થી માઈનસ 220 ડિગ્રી સેલ્સિયસ હતું. જેના કારણે સાધનોની સર્કિટ બગડ વાની સંભાવના વધુ છે.

ચિંતા કરવા જેવી કોઈ વાત નથી- ડો.એસ.સોમનાથ

ચંદ્ર પર સવાર પડી ગયું છે. પ્રકાશ પણ ચંદ્ર પર પડી રહ્યો છે. ત્યારે સ્વભાવિક છે કે દરેક ભારત વાસીઓને ચિંતા થાય જ કે હજી કેમ નહીં જાગ્યા હોય વિક્રમ-પ્રજ્ઞાન. પરંતુ ઈસરોના વડા ડો.એસ.સોમનાથે જણાવ્યા અનુસાર વિક્રમ-પ્રજ્ઞાનને પૂરતી ઉર્જા મળી ન હોવાથી આવુ થઈ રહ્યું છે. પૂરતી ઉર્જા મળી જશે એટલે આપ મેળે તે જાગી જશે.

આ પણ વાંચો: વંદેભારત એક્સપ્રેસ ટ્રેનોમાં અત્યાર સુધી 1.11 કરોડ લોકોએ મુસાફરી કરીઃ પીએમ મોદી

Back to top button