ટ્રેન્ડિંગમનોરંજન

ધડક 2 પર સેન્સર બોર્ડની ફરી કાતર: અઢળક સીન કાપ્યા બાદ ફિલ્મને U/A સર્ટિફિકેટ મળ્યું

મુંબઈ, ૨૬ મે ૨૦૨૫: ફિલ્મ ‘ધડક-2’ ને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ ઘણા ફેરફારો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને U/A 16+ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેનો અર્થ એ થયો કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના દર્શકો તેમના માતાપિતા વિના તેને જોઈ શકતા નથી. ફિલ્મની રિલીઝ પહેલા, CBFC એ ઘણા દ્રશ્યો કાપવા અને સંવેદનશીલ ફેરફારો કરવા સૂચનાઓ આપી છે, જેના કારણે નિર્માતાઓ માટે પડકાર ઉભો થયો છે.

સેન્સર બોર્ડે ‘ધડક-2’ના ઘણા દ્રશ્યોને વાંધાજનક ગણાવ્યા છે. આમાં જાતિવાદી ટિપ્પણીઓ, ચોક્કસ સંવાદો અને ખલેલ પહોંચાડનારા દ્રશ્યો શામેલ હતા. સીબીએફસીએ નિર્દેશ આપ્યો કે ફિલ્મને વધુ પ્રેક્ષકો માટે યોગ્ય બનાવવા માટે આ દ્રશ્યો કાઢી નાખવામાં આવે અથવા તેમાં ફેરફાર કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ એક ડઝન દ્રશ્યો કાપવામાં આવ્યા છે. વધુમાં, કેટલાક સંવાદોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જેથી ફિલ્મ સંવેદનશીલ મુદ્દાઓ પર ધ્યાન આપી શકે. દર્શકોની લાગણીઓનું સન્માન કરવા અને વિવાદ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

‘ ધડક 2’ બે વાર પોસ્ટપોન થઈ ચૂકી છે

નોંધનીય છે કે, કરણ જોહરની ફિલ્મ ‘ધડક 2’ શરૂઆતમાં 22 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. મેકર્સે મે 2024માં તેની જાહેરાત કરી હતી. જોકે, મેકર્સે કોઈ કારણ આપ્યા વિના ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી નાખી હતી. ત્યારબાદ આ ફિલ્મ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થવાની હતી, જોકે આવું થયું નહીં.

આ પણ વાંચો : ભારત ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર Big B એ કરી પ્રશંસા, અગ્નિવીરોને પણ કરી સલામ

Back to top button