ટ્રેન્ડિંગમનોરંજન

કરણ જોહરે સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સાથે કરી ધડક-2ની જાહેરાત

Text To Speech
  • ધડક-2ની જાહેરાત થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર હતા કે કરણ જોહર સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સાથે ધડક-2 બનાવી રહ્યા છે

27 મે, મુંબઈઃ કરણ જોહરે ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ધડક-2ની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર હતા કે કરણ સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સાથે ધડક-2 બનાવી રહ્યા છે. આજે એક મોશન પોસ્ટર સાથે આ કન્ફર્મ થઈ ચૂક્યું છે. સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. ધડકની જેમ ધડક-2 પણ એક અનોખી લવસ્ટોરી હશે, જેમાં એક વખત ફરી જાતિના કારણે બે પ્રેમ કરનારા લોકો જીવન ગુમાવશે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહરે શેર કર્યું મોશન પોસ્ટર

કરણ જોહરે મોશન પોસ્ટર શેર કર્યું છે, જેમાં દીવાલ પર લવસ્ટોરીની શરૂઆત અને અંત દેખાઈ રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે આ કહીની થોડી અલગ હશે, કેમકે ‘એક થા રાજા, એક થી રાની-જાત અલગ થી, ખતમ કહાની’ આ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં સ્ટાર કપલ પોતાની મજબૂરીઓ બતાવતા એક બીજાથી અલગ થવાની વાત કરતા દેખાય છે. સિદ્ધાંતનું પાત્ર કહે છે કે જે સપનું તું જોઈ રહી છે વિધિ, એમાં મારા માટે કોઈ જગ્યા નથી. તૃપ્તિનું પાત્ર જવાબ આપે છે, તો પછી એ પણ કહી દે નિલેશ કે આ ફિલિંગ્સનું હું શું કરું?

કઈ હશે રીલીઝ ડેટ

કરણ જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ધડક 2ને શાઝિયા ઈકબાલ ડિરેક્ટ કરી રહી છે. આ ફિલ્મમાં જાતિથી બહાર પ્રેમ અને પછી લવ સ્ટોરીનો અંત દર્શાવાયો છે. ખાસ વાત એ હશે કે આ ફિલ્મ માટે ઓડિયન્સને વધારે રાહ નહીં જોવી પડે. ધડક 2 22 નવેમ્બરના રોજ થિયેટરમાં રીલીઝ થશે.

આ પણ વાંચોઃ શિમલા-મનાલી જવું હોય તો જાણી લો IRCTCનું સસ્તું પેકેજ, પડી જશે મોજ

Back to top button