ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

લંડનની 140 મહિલાઓ મહેનત ફળી, પ્રમુખસ્વામી મહારાજની બબલરેપ પેઇન્ટિંગ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં

અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જેમાં બાળ નગરી સૌ બાળકોને આકર્ષિત કરી રહી છે. તથા રાત્રીના લાઇટ શો જોવા લોકો આવી રહ્યાં છે. ત્યારે લંડનની બહેનોએ પ્રમુખ સ્વામી મહારાજની એક અદ્ભૂત પેઇન્ટિંગનું નિર્માણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની બબલરેપ વાળી પેંઇટિંગને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. તથા ખૂબ જ જલ્દી તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ - humdekhengenews

આ પણ વાંચો: સુરત જિલ્લામાં આ દિવસે કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

એક બબલ સીટને સૂકાતા અઢી મહિના જેટલો સમય લાગ્યો

પ્રમુખ સ્વામી મહારાજના કરેલા સતકાર્યોને સૂચિત કરતી આ પ્રતિકૃતિ છ મહિનાની મહેનત બાદ તૈયાર કરાઈ છે. આ પ્રતિકૃતિને તૈયાર કરવામાં 104 બબલ રેપ સીટનો ઉપયોગ કરાયો છે. એક બબલ સીટને સૂકાતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો. સમગ્ર પેઇન્ટિંગ વોટરપ્રૂફ અને વેધરપ્રૂફ છે. ઓગણજ ખાતે આજથી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ચુકી છે. આ શતાબ્દી મહોત્સવ માટે દેશ-વિદેશમાંથી સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 'ગ્લો ગાર્ડન', જાણો શું છે આની ખાસિયત..... - humdekhengenews

 

આ પણ વાંચો: ટેન્શન નહી લેવાનું: રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ – કૃષિમંત્રી

2 વાર સતત 100 કલાકની સેવા આપી

લંડનની 140 મહિલાઓએ 45 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળી પ્રમુખ સ્વામી મહારાજની બબલ રેપ પેઇન્ટિંગની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ મહિલા મંડળમાંથી બે મહિલા સ્વયં સેવક એવા છે કે, જેમણે 2 વાર સતત 100 કલાકની સેવા આપી છે. આ મહિલા મંડળમાં 11 વર્ષથી લઈને 75 વર્ષ સુધીની મહિલાઓ સામેલ થઇ હતી.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 'ગ્લો ગાર્ડન', જાણો શું છે આની ખાસિયત..... - humdekhengenews

આ પણ વાંચો: સુરતના વિદ્યાર્થીએ યુટ્યુબ પરથી અભ્યાસ કરીને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં સફળતા મેળવી

પેઇન્ટિંગમાં વોટરપ્રૂફ અને વેધર પ્રૂફ એવા 320 કલરનો ઉપયોગ કરાયો

આ પેઇન્ટિંગમાં વોટરપ્રૂફ અને વેધર પ્રૂફ એવા 320 કલરનો ઉપયોગ કરાયો છે. કલરને ઇન્જેક્ટ કરવા માટે પહેલા બબલ સીટને ઊંધી કરીને સિરીંજ વડે લિક્વિડ વોલ પેઈન્ટના વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને બબલ રેપમાં ઈન્જેક્શન કરાય છે. દરેક બબલને ક્રમશ: નંબર આપ્યા બાદ તે અનુરૂપ વિવિધ રંગ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ રીતે અંદાજે 8.50 લાખ બબલ ભરવામાં આવ્યા છે. આ પ્રતિકૃતિને લડંનથી પ્લેનમાં અહીં લવાઈ છે.

Back to top button