બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટીનો પોઝીટીવ પ્રારંભ

મુંબઇ, 4 ઓગસ્ટ 2025ઃ આ ભારતીય ઇક્વિટી બજારમાં નિફ્ટી પાછલા બંધ 24,565 સામે 30 પોઇન્ટ વધીને 24,596 પર ખુલી છે, જ્યારે સેન્સેક્સ પાછલા બંધ 89,599 સામે 166 પોઇન્ટ ઉપર ખુલ્યો છે. જ્યારે હાલમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતરચડ જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સ 150 પોઇન્ટ ઉપર 80,771 અને નિફ્ટી 71 પોઇન્ટ ઉપર 24,636 પર ચાલી રહી છે.
દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી આ લખાય છે ત્યારે સવારે 8.55 કલાકે 37 ટકા કે 89 પોઇન્ટ ઉપર ચાલી રહી છે જે મજબૂત પ્રારંભનો સંકેત આપે છે. કોઇ પણ મોટી કંપનીઓની નવેસરની ઘોષણા પણ બજારના મૂડને અસર કરશે. નોંધનીય છે કે 1 ઓગસ્ટના રોજ છેલ્લા સત્રમાં સેન્સેક્સ 585.67 પોઇન્ટ અથવા 0.72 ઘટીને 80,599 પર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 203 પોઇન્ટ તૂટીને 24,565 પર બંધ આવી હતી.
એશિયા પેસિફિક માર્કેટ
એશિયા પેસિફિક માર્કેટમાં જાપાનના માર્કેટમાં સૌથી વધુ નુકસાન થયું હતું. જેમાં નિક્કેઇ 225 2 ટકાથી વધુ ઘટ્યો હતો, જ્યારે બ્રોડર ટોપીક્સ પ્રારંભિક ટ્રેડમાં આશરે 2 ટકા ઘટ્યો હતો. તેની સાથે દક્ષિણ કોરિયાના માર્કેટમાં મિશ્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં કોસ્પી 0.15 ટકા અને ટેક હેવી કોસડેક 0.5 ટકા વધ્યો હતો. દરમિયાનમાં ASX 200 નજીવો 0.2 ટકા ઘટ્યો હતો.
અમેરિકન માર્કેટ
આર્થિક મંદીના નવેસરના સંકેતો અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સુધારેલા ટેરિફ પગલાંઓ સામે રોકાણકારોને પ્રતિક્રિયા આપતા અમેરિકન માર્કેટમાં ઘટાડો નોધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 542 પોઇન્ટ ઘટ્યો હતો, જે 13 જૂનથી અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો છે. જ્યારે એસએન્ડપી ગ્લોબલ 1.6 ટકા અને નાસડેક કંપોઝિટ 2.24 ટકા ઘટ્યો હતો, જે 21 એપ્રિલથી અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય ઘટાડો દર્શાવે છે.
રોકાણકારોની ક્યાં રહેશે નજર
રોકાણકારો ભારત-અમેરિકા વેપાર સોદા પર નજર રાખશે. આગામી ચર્ચા પહેલાં રાજદ્વારી પ્રતિભાવ અપેક્ષિત છે. સ્થાનિક મોરચે, 8 ઓગસ્ટે RBI નાણાકીય નીતિ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેઠક પછી, ફુગાવા, પ્રવાહિતા અને વૃદ્ધિ પર RBI ગવર્નરની ટિપ્પણી જોવા મળશે.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “નવી ટેરિફ ધમકીઓ ભારતની વૈશ્વિક વેપાર સ્પર્ધાત્મકતાને નબળી બનાવી શકે છે. FIIએ ડેરિવેટિવ્ઝમાં બીજી સૌથી મોટી શોર્ટ પોઝિશન બનાવી છે. આ સૂચવે છે કે બજાર સાવચેત છે. યુએસ ફુગાવા અને વેપાર તણાવને કારણે વૈશ્વિક બજારો પણ નકારાત્મક રહ્યા હતા. આકર્ષક મૂલ્યાંકન અને મજબૂત માંગને કારણે FMCG શેરો સલામત રોકાણ બન્યા છે.”
આજે આ કંપનીઓના પરિણામ
ડીએલએફ, સિમેન્સ ઇન્ડિયા, બોશ, મેરિકો, શ્રી સિમેન્ટ, આદિત્ય બિરલા કેપિટલ, ગોડફ્રે ફિલીપ્સ ઇન્ડિયા, ઓરોબિન્દો ફાર્મા, ટાટા ઇનેસ્ટમેન્ટ્સ, એસ્કોર્ટસ કુબોટા, સોના BLW, પ્રિસીશન ફોર્જિંગ્સ સહિત ઘણી અન્ય કંપનીઓના પરિણામો આવશે. ઉપરાંત ટીટાઘર રેલ સિસ્ટમને એનસીસીસી તરફથી રૂ. 1,598.55 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે.
આ પણ વાંચોઃ 2030 સુધીમાં ભારતીય સેમિકોન બજારનું ટર્નઓવર 9.6 લાખ કરોડને સ્પર્શી શકે છે












