ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘ઘાયલ હું, ઇસલિયે ઘાતક હું’ ધુરંધરના ડાયલોગ માટે સની દેઓલને કેટલી મળી રૉયલ્ટી?

મુંબઈ: 14 ફેબ્રુઆરી, 2026: બોલિવૂડના એક્શન કિંગ સની દેઓલે તાજેતરમાં રણવીર સિંહ અને અક્ષય ખન્નાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ માં વપરાયેલા તેમના ફિલ્મોના ટાઈટલ અને વાયરલ ડાયલોગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મનો એક ડાયલોગ “ઘાયલ હૂં, ઇસલિયે ઘાતક હૂં” હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે, જે ચાહકોને સની દેઓલની 90ના દાયકાની સુપરહિટ ફિલ્મોની યાદ અપાવે છે.

શું આ ડાયલોગ માટે સની દેઓલને પેમેન્ટ મળ્યું છે?

ANI ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે સની દેઓલને પૂછવામાં આવ્યું કે શું તેમની ફિલ્મોના ટાઈટલનો ઉપયોગ કરવા બદલ તેમને કોઈ રોયલ્ટી કે પેમેન્ટ મળ્યું છે? ત્યારે સનીએ હસતા મુખે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ કોમર્શિયલ ડીલ નથી પરંતુ સન્માનની વાત છે. સની દેઓલે જણાવ્યું કે, “ના, આ ફિલ્મના ડાયરેક્ટર (આદિત્ય ધર) મારા બહુ મોટા ફેન છે. તેમણે મારી ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી ફિલ્મો જોઈ છે. મને લાગે છે કે તેમણે આ ટાઈટલ્સનો ઉપયોગ મને સન્માન આપવા માટે જ કર્યો છે. આ ખરેખર ખૂબ જ પ્યારું (Sweet) છે.”

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો

આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર સુનામી સાબિત થઈ છે. આ ફિલ્મે ગ્લોબલ લેવલે 1300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નવો ઈતિહાસ રચ્યો છે. ફેન્સ હવે આ ફિલ્મના સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે આવતા મહિને રિલીઝ થવાની શક્યતા છે.

સની દેઓલનો વર્ક ફ્રન્ટ

સની દેઓલ હાલમાં જ ‘બોર્ડર 2’ માં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર સફળ રહી છે. અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મોના સિંહ અને સોનમ બાજવા જેવા કલાકારોએ પણ મહત્વના રોલ ભજવ્યા છે.

 

Back to top button