પૈસા પાછા આપો નહીંતર જેલમાં જાઓ: રાજપાલ યાદવ બાદ હવે અમીષા પટેલ પણ જેલમાં જશે?

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: રાજપાલ યાદવ પછી, “ગદર 2” જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કરનારી બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ હવે ચેક બાઉન્સ કેસને કારણે ચર્ચમાં આવી છે. મુરાદાબાદની એક કોર્ટે 2017 ના એક ઇવેન્ટ વિવાદના સંદર્ભમાં તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
અહેવાલો અનુસાર, અમીષા પટેલને ૧૬ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ મુરાદાબાદમાં એક લગ્નમાં પરફોર્મ કરવા માટે બુક કરવામાં આવી હતી. આયોજક પવન વર્માએ આરોપ લગાવ્યો હતો કે ₹૧૪.૫૦ લાખની એડવાન્સ ચૂકવણી કરવામાં આવી હતી અને દિલ્હી રોડની એક હોટલમાં તેના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અભિનેત્રી આ કાર્યક્રમમાં આવી નહોતી. આયોજકનો એવો પણ દાવો છે કે અભિનેત્રીએ આખી રકમ પરત કરવાનું વચન આપ્યું હતું, પણ તેને તે રુપિયા પાછા નહોતા આપ્યા.
અમીષાએ આ મામલે મૌન તોડ્યું, સ્પષ્ટતા આપી
અમીષા પટેલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નિવેદન જારી કરીને લખ્યું, “કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુરાદાબાદમાં પવન કુમાર વર્મા દ્વારા કેટલીક કાર્યવાહીનો આરોપ લગાવી રહ્યા છે. હું બધાને જણાવવા માંગુ છું કે આ મામલો ખૂબ જૂનો છે અને વર્ષો પહેલા સમાધાન થઈ ગયું હતું. પવન વર્માએ સમાધાન ડીડ પર હસ્તાક્ષર કર્યા હતા અને સંપૂર્ણ સંમત રકમ મેળવી હતી. સમાધાન છતાં, તેણે ખોટા આરોપો લગાવવાનું અને મારી સામે કાર્યવાહી શરૂ કરવાનું ચાલુ રાખ્યું છે. તેથી, મારા વકીલો હવે તેના ખોટા આરોપોને ખુલ્લા પાડવા માટે તેની સામે છેતરપિંડી માટે ફોજદારી કાર્યવાહી શરૂ કરી રહ્યા છે. હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરું છું અને ખોટા બહાના હેઠળ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતા લોકો પર ધ્યાન આપતી નથી.”
આ પણ વાંચો: ફેમસ ક્રિકેટરે મને મેસેજ કર્યા, કરવા માગતો હતો હૈંગઆઉટ: પૂનમ પાંડેએ કર્યો વિચિત્ર દાવો












