IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘કરાર જ નથી તો સજા કેવી?’ IPL માટે PSL ઠુકરાવનાર બોલરે ઉઠાવ્યા સવાલ

Blessing Muzarbani vs PCB: પાકિસ્તાન સુપર લીગ (PSL) કરતા IPLને પ્રાધાન્ય આપનાર ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. PCB એ મુઝરબાની પર આગામી 2 વર્ષ માટે PSL રમવા પર પ્રતિબંધ લાદ્યો છે, જેને બોલરે અન્યાયી ગણાવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

મુઝરબાની PSL 2026 ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ બાદમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ ફ્રેન્ચાઈઝીએ રિપ્લેસમેન્ટ તરીકે તેનો સંપર્ક કર્યો હતો. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર જાહેરાત પણ કરી દીધી હતી કે મુઝરબાની તેમની ટીમમાં જોડાશે. જોકે, છેલ્લી ઘડીએ મુઝરબાનીએ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ઓફર સ્વીકારી લીધી અને પોતાને PSL માંથી અલગ કરી લીધો. KKR એ મુસ્તફિઝુર રહેમાનના સ્થાને મુઝરબાનીને ટીમમાં સામેલ કર્યો છે.

મુઝરબાનીના એજન્ટનો પલટવાર

મુઝરબાનીના એજન્ટ રોબ હંફ્રીઝે PCB ના પ્રતિબંધ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે મુઝરબાનીએ ઈસ્લામાબાદ યુનાઈટેડ સાથે કોઈ પણ પ્રકારના ઔપચારિક (Formal) કરાર પર સહી કરી નહોતી. હંફ્રીઝે જણાવ્યું કે, “જ્યારે કોઈ લેખિત કરાર જ થયો નથી, તો તેના ઉલ્લંઘનનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? આ પ્રતિબંધ સંપૂર્ણપણે ગેરવાજબી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મુઝરબાનીએ બે અઠવાડિયા સુધી ઓફિશિયલ પેપરવર્કની રાહ જોઈ હતી, પરંતુ કંઈ ન મળતા તેણે KKR સાથે કરાર કર્યો.

PCB નો બચાવ: ‘બિનવ્યાવસાયિક વલણ’

PCB એ સ્વીકાર્યું છે કે કોઈ લેખિત કરાર થયો નહોતો, પરંતુ તેમની વચ્ચે મૌખિક સહમતિ બની હતી. બોર્ડના સૂત્રો મુજબ, “મહત્વની શરતો પર સંમતિ આપ્યા બાદ ખેલાડીએ અન્ય લીગ સાથે કરાર કરીને વચનભંગ કર્યો છે.” PCB એ મુઝરબાનીના આ વર્તનને ‘બિનવ્યાવસાયિક’ (Unprofessional) ગણાવીને તેના પર લાદવામાં આવેલા ૨ વર્ષના પ્રતિબંધનો બચાવ કર્યો છે.

આ પણ વાંચોઃ વારાણસીમાં મુસાફરો માટે હવે ડિજિટલ લોકરની વ્યવસ્થા, સામાન રહેશે વધુ સુરક્ષિત

આ પણ વાંચોઃ લખનઉમાં પિતાએ સગીર પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી, ચહેરા પર એસિડ રેડ્યું, મૃતદેહને નહેરમાં ફેંકી દીધો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button