ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્યના પુત્રની પસંદગી, નામાંકન પ્રક્રિયા શરૂ

Umreth By-Election: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આવનારી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ઔપચારિક રીતે ઉમેદવાર જાહેર કર્યા છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ રાઈજીભાઈ પરમારના પુત્ર હર્ષદ ગોવિંદભાઈ પરમારને પાર્ટીએ ટિકિટ આપી છે.
નામાંકન પ્રક્રિયા શરૂ
ગોવિંદભાઈ પરમાર 6 માર્ચ 2026ના રોજ દેવલોક પામ્યા હતા, તેમના અવસાન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચે 15 માર્ચે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. મતદાન 23 એપ્રિલ 2026ના રોજ અને મતગણતરી 4 મે 2026ના રોજ થશે. નામાંકન પ્રક્રિયા આજ (30 માર્ચ)થી શરૂ થઈ છે. ઉમરેઠ બેઠકમાં આશરે 2.42 લાખ મતદારો છે.
હાઈકમાન્ડે હર્ષદ પરમારને પસંદ કર્યા
ટિકિટની રેસમાં હર્ષદ પરમાર સહિત બળવંતસિંહ પરમાર, પ્રકાશ પટેલ, સુનિલ સોલંકી વગેરેના નામ ચર્ચામાં હતા. પરંતુ છેલ્લે ભાજપ હાઈકમાન્ડે પરિવારિક અને સ્થાનિક સંગઠનને ધ્યાનમાં રાખીને હર્ષદ પરમારને પસંદ કર્યા છે. ભાજપના પ્રવક્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટી આ બેઠક જાળવી રાખશે.
ભાજપે પેટાચૂંટણી માટે પ્રદીપસિંહ જાડેજાને ઇન્ચાર્જ અને હસમુખ પટેલને સહ-ઇન્ચાર્જ નિયુક્ત કર્યા છે.
આ બેઠક પર ઐતિહાસિક રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો રહ્યો છે, પરંતુ એનસીપી પણ અહીં મજબૂત છે.
રાજકીય મહત્ત્વ
ઉમરેઠ બેઠક મધ્ય ગુજરાતની મહત્ત્વની બેઠક છે. ભાજપ માટે આ પેટાચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની “સેમી-ફાઈનલ” જેવી છે. હર્ષદ પરમારની ઉમેદવારીથી પાર્ટીને પરિવારિક વારસો અને સ્થાનિક ક્ષત્રિય સમાજના સમર્થનની અપેક્ષા છે.
30 એપ્રિલથી ઉમેદવારી શરૂ
6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે
ફોર્મની ચકાસણી 7 એપ્રિલે થશે
9 એપ્રિલ ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ
23 એપ્રિલ મતદાન યોજાશે
4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે
આ પણ વાંચો: Gujarat: પત્ની અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીના છે અનૈતિક સંબંધો, પતિનો હચમચાવી દેનાર આરોપ












