ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં કમળ અને કર્ણાટકમાં વિખવાદ: દક્ષિણ ભારતમાં ફસાઈ છે કોંગ્રેસ તો ઉત્તર ભારતમાં ભાજપે આસાનીથી ઉકેલી લીધી ગુત્થી

અહીં અમે તમને બે રાજ્યોની કહાની વિશે જણાવીશું. એક રાજ્યમાં NDAની સરકાર ચાલી રહી છે, તો બીજા રાજ્યમાં કોંગ્રેસ ભારે બહુમતી સાથે એકલી જ રાજ કરી રહી છે. NDA જ્યાં ગઠબંધનથી એટલે કે મિલી-જુલી સરકાર ચલાવી રહ્યું છે, ત્યાં કોંગ્રેસ કોઈના પર નિર્ભર નથી. અમે વાત કરી રહ્યા છીએ બિહાર અને કર્ણાટકની. બિહારમાં માત્ર 3 મહિના પહેલાં જ NDAએ મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ભારે બહુમતી સાથે ગઠબંધન સરકાર બનાવી છે. અહીં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી, પરંતુ NDAના તમામ ઘટક પક્ષો મળીને અપાર બહુમતી સાથે સત્તામાં છે અને કોઈ મતભેદ કે વિવાદ જેવી વાત નથી. અને હવે તો ભારતીય જનતા પાર્ટી સરળતાથી રાજ્યમાં પોતાનો મુખ્યમંત્રી બનાવવા જઈ રહી છે અને નીતીશ કુમાર પણ આ વાત માટે રાજી થઈ ગયા છે.

બીજી તરફ, કર્ણાટકની વાત કરીએ તો ત્યાં પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસ મતભેદોથી ઝઝૂમી રહી છે. ત્યાં કોંગ્રેસ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારના જૂથો વચ્ચે વહેંચાયેલી છે. દર મહિને એક-બે વખત બંનેમાંથી કોઈ એક જુથ અથવા બંને દિલ્હી આવી જાય છે અને પછી આખી પાર્ટી તેમને મનાવવામાં જોડાઈ જાય છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે કર્ણાટકના છે.

કર્ણાટકમાં કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ

કર્ણાટકમાં કોંગ્રેસે પોતાની સરકાર બનાવી હોવા છતાં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચેનો મતભેદ હજુ પણ ઉકેલાયો નથી. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ઘણી વાર એક ખાનગી હોટલમાં પોતાના 40 સમર્થક ધારાસભ્યો સાથે ગુપ્ત બેઠકો કરે છે, જે હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર અઢી વર્ષના સત્તા-વહેંચણી ફોર્મ્યુલાને લાગુ કરવા દબાણ કરે છે. આ જૂથ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યું છે.

આ જૂથનો દાવો છે કે જ્યારે સરકાર બની રહી હતી, ત્યારે તેમને ખાતરી આપવામાં આવી હતી કે સિદ્ધારમૈયા અઢી વર્ષ પછી પદ છોડશે અને ડીકે શિવકુમારને આ પદ આપવામાં આવશે. અઢી વર્ષ વીતી ગયા છે, પરંતુ સિદ્ધારમૈયા પદ છોડવા તૈયાર નથી, અને હાઈકમાન્ડ તેમના પર આવું કરવા માટે દબાણ કરી શકતું નથી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પ્રયાસો છતાં, કોઈ પણ જૂથ ઢીલ આપવા તૈયાર નથી. પરિસ્થિતિ એવી છે કે સરકાર પોતાના વચનો પૂરા કરવા કરતાં પોતાને બચાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

બિહારમાં ભાજપે કરી લીધી સાઈલેન્ટ અને સ્માર્ટ ડીલ

નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી પદેથી હટાવવા અંગે કોંગ્રેસ, આરજેડીથી લઈને દેશભરના વિપક્ષી પક્ષો ભલે ભારતીય જનતા પાર્ટીને કોસતા જોવા મળી રહ્યા હોય, પરંતુ તેમના માટે આ એક ઉદાહરણ છે કે કેવી રીતે ભાજપે ચુપચાપ આટલી મોટી સ્માર્ટ ડીલ કરી લીધી. આ ડીલના પરિણામસ્વરૂપ ભારતીય જનતા પાર્ટી પોતાની સ્થાપના પછી પહેલી વખત બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બનાવી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દાયકાઓથી, ભાજપ આ હિન્દી ભાષી રાજ્યમાં જુનિયર પાર્ટનરની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ હવે તેનો સિનિયર બનવાનો સમય આવી ગયો છે. આખી સરકાર અને તેનું તંત્ર હવે ભાજપના ઇશારે કામ કરશે. 5 માર્ચ, 2026 ના રોજ, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પોતાનું નામાંકન દાખલ કરી દીધુ છે. સૌથી મોટી વાત એ છે કે આ આખા ઓપરેશનને ખૂબ જ સાયલન્ટલી અંજામ આપવામાં આવ્યો અને વિરોધીઓને તો છોડો, સત્તાપક્ષના ઘણા ધારાસભ્યો અને ઘણા મંત્રીઓને પણ આ વાતની ભનક નહોતી લાગી. આ જોતા સ્પષ્ટપણે કહી શકાય કે વિપક્ષી પક્ષોને ભારતીય જનતા પાર્ટી પાસેથી ઘણું શીખવાનું છે.

આ પણ વાંચો: આ રાજ્યમાં ત્રીજા બાળકના જન્મ પર સરકાર આપશે 25,000 રૂપિયા, મફત શિક્ષણની પણ જાહેરાત

Back to top button