ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિહારમાં મતદાન વચ્ચે લાલુ પ્રસાદ યાદવની વિવાદાસ્પદ ‘રોટલી’ પોસ્ટથી રાજકારણમાં ગરમાવો!

પટના, તા. 6 નવેમ્બર, 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવે પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સાથે મતદાનની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, તવા પર રોટલી ફેરવતી રહેલી જોઈએ નહીંતર તે બળી જશે. 20 વર્ષ બહુ થયા! હવે નવા બિહાર માટે એક યુવાન સરકાર અને તેજસ્વી સરકાર જરૂરી છે.

બિહારમાં ચર્ચિત લાલુ પ્રસાદ યાદવના પરિવારે મતદાન કર્યું. લાલુ પ્રસાદની સાથે તેમના પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી અને બહેન મીસા ભારતી પણ જોવા મળી હતી. આ તમામ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

Back to top button