ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

દિલ્હી રેપ-મર્ડર કેસમાં મોટો ખુલાસો! નાબાલિગની હત્યાનો આરોપી નીકળ્યો નપુંસક

Delhi rape-murder case: દિલ્હીમાં નાબાલિગ બાળકીના અપહરણ અને હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાળકીની હત્યાનો આરોપી કેબ ડ્રાઇવર ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડિત હતો. આરોપીની ઓળખ 29 વર્ષીય બબલુ તરીકે થઈ છે.

ઇમ્પોટન્સી ટેસ્ટ પોઝિટિવ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ તપાસમાં આરોપીનો ઇમ્પોટન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોવાનું પુષ્ટિ થઈ છે. પોલીસ મુજબ આરોપીએ કારની પાછળની સીટ પર બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શારીરિક અસમર્થતાના કારણે તે નિષ્ફળ રહ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

 

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બાળકી અને તેના પરિવારને ફૂટપાથ પર સૂતા જોયા

તપાસમાં જાણવા મળ્યું કે આરોપી લગભગ 15 દિવસ પહેલા બિહારથી દિલ્હી પરત આવ્યો હતો. તેણે મહરૌલી વિસ્તારમાં છતરપુર મેટ્રો સ્ટેશન પાસે બાળકી અને તેના પરિવારને ફૂટપાથ પર સૂતા જોયા હતા. ત્યારબાદ તેણે બાળકીનું અપહરણ કરીને તેને પોતાની કારમાં બેસાડી લીધી હતી.

જ્યારે કાર આગળ વધવા લાગી ત્યારે બાળકીની ઊંઘ ખુલી ગઈ હતી અને તેણે પોતાના પિતાને અવાજ આપવાનું શરૂ કર્યું હતું. બાળકીના પિતા ગાડી પાછળ દોડ્યા અને ગાડી રોકવા માટે ડંડા પણ ફેંક્યા હતા, પરંતુ આરોપી બાળકી સાથે ફરાર થઈ ગયો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે બાળકીનું મોઢું બંધ રાખવા માટે તેને ધમકી આપી હતી. ત્યારબાદ તે બાળકી ને ફરીદાબાદ-ગુરૂગ્રામ બોર્ડર નજીક આવેલા એક સુનસાન જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેની હત્યા કરી લાશને પથ્થરોની નીચે દાટી દીધી હતી.

આરોપી બબલુ બિહારના ખગડિયા જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી દિલ્હીમાં રહેતો હતો. કેબ ડ્રાઇવર બનતા પહેલા તે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે બિહારમાં પણ તેના વિરુદ્ધ પાંચ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્યાના પ્રયાસના બે કેસ પણ સામેલ છે.

દિલ્હી પોલીસે આરોપી સાથે જોડાયેલા ત્રણ મોટા કેબ એગ્રીગેટર્સને નોટિસ મોકલવાની તૈયારી શરૂ કરી છે. પોલીસ તેમની ઓનબોર્ડિંગ અને વેરિફિકેશન પ્રક્રિયા અંગે માહિતી મેળવશે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : VIDEO: વેનેઝુએલામાં 2 મોટા ભૂકંપની ભયાનકતા જુઓ, 10 હજારથી વધારે લોકોના મોતની આશંકા

Back to top button