થિયેટરમાં રિલીઝ નહીં થાય ‘ભૂલ ચૂક માફ’, ભારત-પાક તણાવની વચ્ચે મેકર્સનો નિર્ણય

- રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી અભિનીત ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. નિર્માતાઓએ આ ફિલ્મની થિયેટર રિલીઝ રદ કરી છે
8 મે, 2005, મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને દેશભરમાં સુરક્ષા પગલાંને કારણે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી અભિનીત આગામી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ હવે સિનેમાઘરોમાં Bhool Chuk Maaf will not be released in theaters રિલીઝ થશે નહીં. નિર્માતાઓએ આ ફિલ્મની થિયેટર રિલીઝ રદ કરી દીધી છે અને હવે તેને OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાકિસ્તાન અને ભારત વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂરને કારણે લેવામાં આવ્યો છે. હવે જાણો આ ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થશે.
રાજકુમાર-વામિકાની ‘ભૂલ ચૂક માફ’ OTT પર રિલીઝ થશે
‘ભૂલ ચૂક માફ’ના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરી કે હવે આ ફિલ્મ સીધી OTT પર રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેનું ડિજિટલ પ્રીમિયર 16 મેના રોજ પ્રાઈમ વીડિયો પર થશે.
View this post on Instagram
નિવેદનમાં નિર્માતાઓએ જણાવ્યું હતું કે, તાજેતરની ઘટનાઓ અને દેશભરમાં કડક સુરક્ષા પગલાંને ધ્યાનમાં રાખીને મેડોક ફિલ્મ્સ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોએ 16 મેના રોજ પ્રાઈમ વિડિયો પર ફેમિલી-ડ્રામા ફિલ્મ ભૂલ ચૂક માફને સીધા તમારા ઘર સુધી લાવવાનો નિર્ણય લીધો છે. આગળ લખ્યું છે કે જોકે અમે તમારી સાથે આ ફિલ્મ થિયેટરોમાં સેલિબ્રેટ કરવા માટે ઉત્સુક હતા, રાષ્ટ્રની ભાવના પહેલા આવે છે. જય હિંદ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પીઓકે (પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર) માં આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ શું ‘ઓપરેશન સિંદૂર’ હવે બનશે બ્રાન્ડ? મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ આવેદન કર્યું












